Morbi : કાર્યક્રમમાં કચ્છના Vinod Chavda અને ધારાસભ્ય Kanti Amrutiyaને સ્ટેજ પર કાર્યકરોએ ખખડાવ્યા? જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-05-02 15:28:07

ગુજરાત જાણે ચૂંટણીના રંગમાં રંગાઈ ગયું હોય તેવું લાગે છે... મતદાનને હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે... મતદાતાને રિઝવવા માટે રાજકીય પાર્ટીના નેતાઓ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે..ચૂંટણી પ્રચાર માટે કચ્છ લોકસભાના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા અને ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા પહોંચ્યા હતા મોરબીમાં ચાલતા શક્તિધામ મંદિરમાં... સ્ટેજ પર પહોંચીને ભાજપના કાર્યકર્તાઓએ નેતાઓને ભાજપના બંને નેતાઓને જાહેરમંચ પરથી ખખડાવી નાંખ્યા...! 

ધાર્મિક કાર્યક્રમમાં નેતાઓએ આપી હતી હાજરી

મોરબીમાં સતવારા સમાજ દ્વારા શક્તિધામ ખાતે ત્રિદિવસીય ધાર્મિક મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જ્યાં ગઈકાલે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને કચ્છ-મોરબી લોકસભા બેઠકના ઉમેદવાર વિનોદ ચાવડાએ હાજરી આપી હતી. ત્યારે સતવારા સમાજના આગેવાનોએ વાડી વિસ્તારના વિવિધ પ્રશ્નો ઉઠાવ્યા હતા. જેને લઈ સ્ટેજ પર જોવા જેવી થઈ હતી....


સમસ્યાને લઈ કહી આ વાત..

સ્ટેજ પરથી સમાજ આગેવાનોએ વાડી-વિસ્તારમાં આજની તારીખે ટપાલ આવતી નથી, લાઈટ કનેક્શન નથી મળતા અને પાણી તેમજ ભૂગર્ભ ગટરના કામો બાકી છે સહિતના મુદ્દાઓ ઉઠાવ્યા હતા. વહેલી તકે કામ કરાવી આપજો તેવી આપીલ કરી હતી.. જેનો જવાબ આપતા કાંતિ અમૃતિયાએ કહ્યું કે, કામ ચાલું છે, જલ્દીથી થઈ જશે. બીજુ ઘણુ બધુ કહ્યું અને એવું પણ કહ્યું કે, આચારસંહિતાના કારણે અત્યારે બોલવામાં મર્યાદા હોય કેમ કે વીડિયો ઉતરતો હોય. 



કાર્યકર્તા ચઢી ગયો સ્ટેજ પર અને.. 

આ ધાર્મિક છે એટલે આપણે કંઈ ચર્ચા કરવી નથી. રાત્રે હું આવીશ અને આ મંદિર ઉપર બેસીને આપણે ચર્ચા કરીશું....પણ ધારાસભ્ય સામે આગેવાનોએ પ્રશ્નોનો મારો ચાલું રાખતા કહ્યું કે, બે વર્ષથી ધક્કા ખવડાવો છો... હવે આશા રાખીએ કે ધક્કા ન ખવડાવો અને કામ કરો... જાહેરમંચ પરથી ભાજપના નેતાઓને કાર્યકર્તાઓએ આવુ મોઢામોઢ કહી દીધું... કાંતિ અમૃતિયાએ કાર્યકર્તાના હાથમાંથી માઈક લઈ લીધુ અને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો... 


શું ભાજપમાં શરૂ થઈ નવી પ્રથા?

આ ઘટનાક્રમ અને અગાઉ ભાજપના આંતરિક કલહ અંતર્ગત થયેલા અનેક વિરોધ પ્રદર્શનો પરથી એક વાત તો ચોક્કસ છે કે શિસ્ત બદ્ધ પાર્ટીમાં ક્યારેય આવી રીતે તો કાર્યકર્તાઓએ નેતાઓને ખખડાવ્યા નથી... પણ આ ભાજપમાં નવી શરુઆત છે.. ખેર, આશા રાખીએ કે જનતાના કામ સત્વરે પૂર્ણ થાય.... 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે