Morbiની કહેવાતી લેડી ડોન રાણીબાનું આખરે સરેન્ડર, યુવકને ચપ્પલ ચટાવડાયું હતું અને માર્યો હતો માર, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-27 17:11:29

મોરબીની બહુચર્ચિત રાણીબા આખરે મોરબી પોલીસ સામે સરેન્ડર થઈ છે. વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા પોલીસ સ્ટેશનમાં હાજર થઈ. રાણીબા સહિત 12 લોકો સામે ફરિયાદ નોંધાઇ હતી. તેમાં રાણીબા પોલીસ સમક્ષ હાજર થઈ ગઈ છે. રાણીબા સહિત 3 આરોપીઓ પોલીસ સમક્ષ હાજર થયા છે, જોકે, આ કેસનો હજુ એક આરોપી ફરાર છે. મોરબીમાં પગાર માટે માર મારવાનો મામલામાં વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહિત 12 આરોપીઓ સામે નોંધાઇ હતી. એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી. જેમાં પોલીસે અત્યાર સુધીમાં ફક્ત એક આરોપીની ધરપકડ કરી છે. બાકીના પોલીસ પકડથી દૂર હતા. 

15 દિવસના કામનો પગાર લેવા ગયો હતો યુવક 

ગુજરાત સહિત દેશમાં દરરોજ દલિત અત્યાચારની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે મોરબીમાં પણ દલિત અત્યાચારની ઘટના સામે આવી હતી. વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા નામની યુવતીએ અનેક યુવકો સાથે મળીને યુવકને ઢોર માર માર્યો હતો. આ યુવકનો વાંક માત્ર એટલો હતો કે, તેમણે તેમના 15 દિવસના કામનો પગાર માંગ્યો હતો. પગાર માટે જ્યારે યુવક ઓફિસે જયો ત્યારે તેની સાથે ગેરવતર્તન કરવામાં આવ્યું, તેને મારવામાં આવ્યો અને તેને ચપ્પલ પણ ચટાડવામાં આવ્યું. આ સમગ્ર કિસ્સો સામે આવ્યા બાદ રાણીબાની ચર્ચા થઈ રહી હતી. આ બધા વચ્ચે માહિતી સામે આવી હતી છે કે રાણીબા ઉર્ફે વિભૂતી પટેલે પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું છે.  

ચકચારી કેસમાં રાણીબા સહિત પાંચ આરોપીની આગોતરા જામીન અરજીનું આજે હિયરિંગ -  Sanj Samachar

આ લોકો વિરૂદ્ધ નોંધાઈ ફરિયાદ  

15 દિવસ કરેલા કામનો પગાર લેવા ગયેલા યુવાનને માર મારીને જ્ઞાતિ પ્રત્યે હડધુત કર્યો હતો. આ ઘટના બાદ વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા, ઓમ પટેલ, રાજ પટેલ, પરીક્ષિત, ડી.ડી. રબારી તથા અન્ય સાત અજાણ્યા શખ્સ સામે ફરીયાદ નોંધાઈ. યુવાને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતાં પોલીસે રાયોટિંગ અને એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. 


આગોતરા જામીન માટે કરી હતી અરજી પરંતુ...

મોરબી શહેરમાં લેડી ડોન તકીકે ઓળખાતી રાણીબા ઉર્ફે વિભૂતિ પટેલ ફરીથી ચર્ચમાં આવી છે. પોતાની જાતને લેડી ડોન ગણાવતી રાણીબાએ કામે રાખેલા યુવાનને પગાર ચુકવ્યા વગર જ છૂટો કરી દેતા અને પછી તેને બોલાવીને માર મારતા વિવાદ વકર્યો હતો. ઉલ્લેખનીય છે કે આરોપી વિભૂતિ પટેલ ઉર્ભે રાણીબા સાથે તેના ભાઈ સહિત પાંચ આરોપીઓએ ગઈકાલે આગોતરા જામીન અરજી કરી હતી. પરંતુ આજે રાણીબાને મોટો ઝાટકો મળ્યો છે. આ ઘટના ચર્ચામાં આવતા લેડી ડોન ભૂગર્ભમાં ઉતરી ગઇ હતી. વિભૂતિ પટેલે પોતાનું ચપ્પલ યુવાનને મોઢામાં મુકાવીને માફી માંગતો વીડિયો ઉતાર્યો હતો અને પછી ઢોર માર માર્યો હોવાની પણ વિગતો બહાર આવી હતી.


જીગ્નેશ મેવાણીએ આ અંગે આપી હતી પ્રતિક્રિયા 

આ કેસમાં પીડિત નિલેશ દલસાનિયા દલિત સમુદાયનો હોવાનું કહેવામાં આવે છે. નિલેશને આવી ઘટનાનો સામનો કરવો પડ્યો હતો કારણ કે તેણે સતત 15 દિવસના કામ દરમિયાન પટેલ પાસેથી તેના પગાર વિશે પૂછપરછ કરી હતી. રાણીબા ઇન્ડસ્ટ્રીઝમાં 16 દિવસ કરેલા કામનો પગાર લેવા ગયેલા યુવાનને માર મારીને જ્ઞાતિ વિશે ગમે તેમ શબ્દો બોલ્યા હતા. આ ઘટના બાદ વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા, ઓમ પટેલ, રાજ પટેલ, પરીક્ષિત, ડી.ડી. રબારી તથા અન્ય સાત અજાણ્યા શખ્સ સામે ફરીયાદ નોંધાઈ હતી. આ ઘટનાને લઈ જગ્નેશ મેવાણીએ પણ પ્રતિક્રિયા આપી હતી. 




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.