મોરબીમાં સર્જાયેલી દુર્ઘટનામાં વહીવટી તંત્રના એક પછી એક છબરડા બહાર આવી રહ્યા છે. ઝુલતા પુલ તુટી પડ્યો તે માટે બેજવાબદાર સ્થાનિક તંત્ર અને સરકાર સામે સવાલો ઉઠી રહ્યા છે. જો કે સરકાર દ્વારા હાલ તો રાહત અને બચાવ કામગીરી પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. જો કે આ દરમિયાન મોરબી નગરપાલિકાના ચીફ ઓફીસર દ્વારા મોટો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે.
ચીફ ઓફીસરે કર્યો મોટો ઘટસ્ફોટ
ચીફ ઓફીસરે દાવો કર્યો છે કે, સ્થાનિક તંત્ર કે પાલિકાને જાણ કર્યા વગર જ આ બ્રિજ ખુલ્લો મુકી દેવામાં આવ્યો હતો. પાલિકા દ્વારા આ બ્રિજનું ઇન્સપેક્શન પણ કરવામાં આવ્યું નહોતું. આ અંગેનું ફિટનેસ સર્ટિફિકેટ પણ આ ટ્રસ્ટ પાસે નહોતું. ફિટનેસ સર્ટિફિકેટ વગર જ બ્રિજ ઉતાવળમાં ખુલ્લો મુકી દેવાયો હતો. સ્થાનિક તંત્રને જાણ કર્યા વગર જ આ બ્રિજ ખુલ્લો મુકી દેવામાં આવ્યો હતો.
જવાબદારો સામે માનવ વધનો ગુનો દાખલ કરવા માગ
પાલિકાના ચીફ ઓફીસર સંદીપ સિંહ ઝાલા દ્વારા આ ઘટસ્ફોટ થતા હવે ઓરેવાના એમડી સહિતના વ્યક્તિઓ પર માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં આ ઘટનાના પડઘા પડ્યાં છે. અને લોકોમાં આ દુર્ઘટના બાદ તંત્ર અને સરકાર વિરુદ્ધ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
                            
                            





.jpg)








