મોરબી દુર્ઘટનાએ મંત્રીનો લીધો ભોગ, દિગ્ગજની કપાઈ ટિકિટ


  • Published By :
  • Published Date : 2022-11-10 13:01:34

ગુજરાતમાં રાજકીય પક્ષો એક બાદ એક પોતાના ઉમેદવારોની જાહેરાત કરી રહ્યા છે જેમાં ભાજપે પ્રથમ યાદીમાં 160 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું છે. જેમાં મોરબીમાં વર્તમાન મંત્રી બ્રિજેશ મેરજાનું પત્તું કપાયું છે.અને કાંતિ અમૃતિયાને ટિકિટ આપવામાં આવી છે. મોરબીમાં તાજેતરમાં જ ઝૂલતો પુલ તૂટી પડવાની દુર્ઘટના ઘટી હતી. જેમાં 135 લોકોનાં મોત થયા છે. જેની અસર પણ ચૂંટણીના ઉમેદવાર પર પડી હોવાનું જણાઇ રહ્યું છે.


બ્રિજેશ મેરજા કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હતા 

મોરબી જિલ્લામાં ત્રણ વિધાનસભા બેઠકો આવેલી છે જેમાં 2017 માં ત્રણેય બેઠકો કોંગ્રેસના કબજે હતી જેમાં એક બ્રિજેશ મેરજા પણ હતા બ્રિજેશ મેરજા 2020માં કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા.આ બાદ યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપે બ્રિજેશ મેરજાને ટિકિટ આપી હતી અને તેઓ ધારાસભ્ય તરીકે જીત મેળવી હતી.


કોણ છે કાંતિ અમૃતિયા ?

પ્રથમ વખત 1995માં કાંતિભાઈએ મોરબી ખાતે પાર્ટી કેડરની કમાન સંભાળી અને M.L.A તરીકે ચૂંટાયા હતા. ત્યારથી 2013 સુધી તેઓ M.L.A તરીકે મોરબીના મતવિસ્તારમાં સેવા આપી હતી. ડિસેમ્બર 2012માં ગુજરાત રાજ્યની ચૂંટણીમાં કાનાભાઈ 5મી વખત ચૂંટાયા હતા. તેમણે મોરબી મત વિસ્તારનું પાંચ વખત પ્રતિનિધિત્વ કર્યું હતું. મોરબી અને આસપાસના લોકો તેમને કાનાભાઈના નામથી જાણીતા છે. તેમણે ખેતી અને ઉદ્યોગ ક્ષેત્રે કામ કર્યું છે.ભાજપના કાંતિ અમૃતિયા કે જે સતત પાંચ ટર્મથી જીતતા આવ્યા હતા એ ભાજપની સિક્યોર્ડ બેઠક કોંગ્રેસના ફાળે ગઇ હતી અને કોંગ્રેસના બ્રિજેશ મેરજાએ જીતનો ડંકો વગાડીને પહેલી વાર જીતનું ખાતું ખોલાવ્યું હતું.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે