મોરબી દુર્ઘટના: ઓરેવાના માલિક જયસુખ પટેલની લોકેશન ટ્રેસ થઇ


  • Published By :
  • Published Date : 2022-11-04 18:14:45

મોરબી ઝુલતા પુલની દુઃખદ ઘટના કોઈને સદીઓ સુધી ભુલાઈ એવી નથી. જ્યારથી ઘટના બની ત્યારથી સતત 5 દિવસ બાદ મોરબીના ઝુલતા પુલની દુર્ધટનાને પગલે ચાલતું રેસ્કયુ ઓપરેશન પૂર્ણ થઇ ગયું હતું. આ અંગે રાહત કમિશનરે જાણ કરી હતી. ત્યારે મોરબીના ઝુલતા પુલની દુર્ઘટનામાં નગરપાલિકાના ચીફ ઓફિસરને સસ્પેન્ડ કર્યા બાદ હવે ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલનું લોકેશન સામે આવ્યું છે. ઓરેવાના જયસુખ પટેલનું લોકેશન હરિદ્વારમાં હોવાની ચર્ચા સામે આવી છે. જયસુખ પટેલ પરિવાર સાથે હરિદ્વારમાં હોવાની ચર્ચા થઇ રહી છે.


જયસુખનો બંગલો હરિદ્વારમાં 

ઉલ્લેખનીય છે કે જયસુખ પટેલનો હરિદ્વારમાં બંગલો છે. તમને જણાવી દઇએ કે, રવિવારની ઝુલતા પુલની દુર્ઘટના બાદ જયસુખ પટેલ ગાયબ છે. ત્યારે પરિવાર સાથે જયસુખ પટેલ હરિદ્વાર ગયાની શક્યતા સેવાઇ રહી છે. ઓરેવા કંપનીની બેદરકારીના કારણે આ ઘટનામાં કેટલાય માસુમ લોકોના મોત થયા હતા સાથે જ વાત કરીએ તો મચ્છુ નદીમાં વિવિધ તપાસ ટીમોએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં NDRF, SDRF, નેવી આર્મી સહિતની ટીમો કામે લાગી હતી.

આ દરમિયાન રેસ્કયૂ ઓપરેશન પૂર્ણ કરવા નિર્ણય લીધો હતો.આ દરમિયાન બચાવ કાર્યમાં સહયોગ આપનારા તમામ તેમજ પત્રકારોનો કલેક્ટરે આભાર માન્યો હતો. બીજી બાજુ મોરબીની ઘટનામાં ઓરેવા કંપની અને મોરબી પાલિકાને વડોદરાની જાગૃત નાગરિક સંસ્થાએ નોટિસ પણ ફટકારી છે. મૃતકના પરિવારને રૂ. 1 કરોડ અને ઇજાગ્રસ્તને રૂ. 10 લાખ ચૂકવવા આ સંસ્થાએ નોટિસ ફટકારી છે. મોરબી જઈને પીડિત પરિવારને કાનૂની લડત માટે સંસ્થાના વડા મદદ કરશે.




લોકસભાની ચુંટણીની તારીખો જાહેર થઈ ગઈ ઉમેદવારોએ પ્રચારની શરૂઆત પણ કરી દીધી છે પણ કોંગ્રેસને હજુ ઘણી બધી બેઠક માટે યોગ્ય ઉમેદવાર નથી મળી રહ્યા આ બધાની વચ્ચે જુનાગઢ બેઠક પરથી રાજેશ ચુડાસમા સામે વિમલ ચુડાસમાના પત્નીને ઉતારવની વાત થઈ રહી છે.

જામનગરના કોંગ્રેસના મહિલા કોર્પોરેટરના પતિ વિરૂદ્ધ મહાનગરપાલિકાના સિટી ઈજનેરે પોલીસ ફરિયાદ નોંધાવી છે. સીટિ ઈજનેરને ધાક ધમકી આપવામાં આવી ઉપરાંત ખંડણીની માગ પણ કરવામાં આવી. આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.

ભાજપમાં કકડાટ જોવા મળી રહ્યો છે ત્યારે પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે વિવાદ છેડાઈ ગયો છે. ક્ષત્રિય સમાજ માટે ટિપ્પણી કરી હતી જે બાદ વિવાદ છેડાઈ ગયો છે. વિવાદ વધતા પરષોત્તમ રૂપાલા દ્વારા માફી પણ માગવામાં આવી પરંતુ વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો.

ભરૂચથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં આદિવાસી ભાષામાં કટાક્ષ કરવામાં આવ્યો છે. સાંસદ મનસુખ વસાવાને લઈ વાત કરવામાં આવી છે ગીતમાં... આ બેઠક પર ભાજપે મનસુખ વસાવાને જ્યારે કોંગ્રેસે અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કરી ચૈતર વસાવાને ઉમેદવાર બનાવ્યા છે.