ડમીકાંડમાં વધુ આરોપીની કરાઈ ધરપકડ! તોડકાંડની તપાસ કરતા PI વિરૂદ્ધ ફરિયાદ કરાઈ દાખલ! જાણો શું છે કેસનું બનાસકાંઠા સાથેનું કનેક્શન


  • Published By :
  • Published Date : 2023-05-11 17:21:56

ડમીકાંડ મામલે રોજને રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. ભાવનગર એસઓજી દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. ત્યારં આ મામલે વધુ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. એક બાદ એક આરોપીની ધરપકડ કરવામાં આવી રહી છે. આ મામલાનું કનેક્શન હવે અમરેલી સાથેનું કનેક્શન સામે આવ્યું છે. ડમી કાંડમાં તોડકાંડનો મામલો સામે આવ્યો હતો. 


આ આરોપીએ પરીક્ષામાં બેસાડ્યો ડમી ઉમેદવાર!

પરીક્ષામાં ડમી ઉમેદવારો બેસતા હોવાની વાત યુવરાજસિંહ દ્વારા કરવામાં આવી હતી. જે બાદ જે ઘટનાક્રમ હતો તે અંગેની જાણ બધાને છે. ડમીકાંડમાં તોડકાંડનો એન્ગલ આવ્યો. ડમીકાંડમાં પણ તોડકાંડ જેવી ઝડપી કાર્યવાહી કરવામાં આવે તેવી રાહ લોકો જોઈ રહ્યા હતા. ત્યારે ડમીકાંડમાં જોડાયેલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ડમી કાંડમાં  ભાવનગર એસ.ઓ.જીએ વધુ એક આરોપીની ધરપકડ કરી લીધી છે. આ આરોપીએ જુનીયર ક્લાર્કની પરીક્ષામાં પોતાની જગ્યાએ ડમી ઉમેદવાર બેસાડ્યો હતો.  તા.૨૦/૩/૨૦૨૨ના રોજ લેવાયેલી પરીક્ષામાં તેની બદલીમાં ડમી ઉમેદવાર બેઠો હતો. આરોપી છે મલ્હારભાઇ તુષારભાઇ ભટ્ટ જે ભાવનગરનો જ રહેવાસી છે અને પોલીસે તેની ધરપકડ કરી લીધી છે હવે આગળ પોલીસ કેટલા આરોપીને પકડે છે તે જોવાનું રહ્યું. 


આ કેસના તાર બનાસકાંઠા સુધી પહોંચ્યા!

આ મામલામાં સૌથી મોટી વાત એ છે કે આ ડમીકાંડના તાર બનાસકાંઠા અને અમરેલી સુધી પહોંચી ગયા છે. મળતી માહિતી અનુસાર SITની ટીમ બનાસકાંઠા પહોંચી છે. અમરેલી ખાતે પણ SITની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. હવે આ મામલે કયા આરોપીની ધરપકડ થાય છે અને બનાસકાંઠાથી શું કનેક્શન છે તે આગામી દિવસોમાં ખબર પડશે. અમારી પાસે જે જાણકારી આવી છે તે મુજબ PKના તાર બનાસકાંઠા સુધી જોડાયેલ છે ત્યાં પણ અનેક વિદ્યાર્થીઓ છે જે ડમી કાંડમાં સંડોવાયેલા છે. અમરેલીના કનેક્શનની વાત કરીએ તો અમરેલીથી જે ચિનગારી લાગી હતી તેની જ આગ ભાવનગર સુધી પહોંચી અને ડમી કાંડના કોભાંડ સુધી પહોંચી હતી   


અમરેલીમાં બનેલી એક ઘટનાનું ભાવનગર કનેક્શન શું છે? 


5 એપ્રિલ 2023એ જ્યારે યુવરાજસિંહએ પહેલી પ્રેસ કોન્ફરએન્સ કરી ડમી કાંડને લઈને ગાંધીનગરમાં પ્રેસ કોન્ફરન્સ કરીને ડમીકાંડનો ચોંકાવનારો ધડાકો કર્યો. પરંતુ આ દાવા પાછળની અસલી કહાની શું છે? છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતભરના લોકોના મનમાં આ સવાલ ઉઠી રહ્યો હશે. કારણકે પ્રેસ કોન્ફરન્સ કર્યાના ત્રણ અઠવાડિયામાં ડમીકાંડનું આખુ ચિત્ર જ બદલાઈ ગયું. કથિત રીતે ગુજરાતના સૌથી મોટા પરીક્ષા કૌભાંડને ખુલ્લો પાડીને જે યુવરાજસિંહ હિરો બન્યા હતા, એ હવે ભાવનગરની જેલમાં કેદ છે. તેમના પર ખંડણીના ગંભીર આરોપ છે. 


અમરેલીથી આ સમગ્ર મામલો સામે આવ્યો હતો!

યુવરાજસિંહને માર્ચ મહિનાના અંતમાં જાણકારી મળી ચુકી હતી કે તળાજા તાલુકાના પીપરલા ગામમાં રહેતાં 17 વર્ષીય તરુણે ધોરણ 12ની ડમી તરીકે અમરેલીમાં જઈને પરીક્ષા આપી છે. આ માહિતીના પગલે યુવરાજસિંહ તેમની નજીકના કેટલાક લોકો સાથે પીપરલા ગામ પહોંચ્યા હતા. ત્યારે ડમી તરીકે પરીક્ષામાં બેસેલો તરુણ ન્હાતો હતો. ત્યાંથી યુવરાજસિંહ અને તેના સાથીદારો તેને લઇને જાય છે. આ ઘટનાની પોલીસને જાણ કર્યા વગર જ યુવરાજસિંહે ખાનગી રીતે યુવકની પૂછપરછ કરી હતી. જેમાં એ તેણે કબૂલાત કરી કે, તેણે ડમી તરીકે ધોરણ 12ની પરીક્ષા આપી હતી અને પછી આ સમગ્ર કૌભાંડનો ખેલ શરૂ થયો 


તોડકાંડની તપાસ કરી રહેલા પીઆઈ વિરૂદ્ધ કરાઈ ફરિયાદ!

દિવસે અને દિવસે આ બંને કાંડના કેસ ગુંચવાતા જાય છે રોજ એક નવી અપડેટ આવે છે રોહ નવા ખુલાસા થાય છે હમણાં એક ખબર આવી કે  તોડકાંડ પ્રકરણની તપાસ કરી રહેલા PI એ.ડી.ખાંટ સહિત છ લોકો સામે તાપી જિલ્લાના વાલોડ પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાત, છેતરપિંડી અને રાજ્ય સેવક દ્વારા વિશ્વાસઘાત સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગુન્હો દાખલ થતાં આજે સવારથી જ PIખાંટ રજા પર ઉતરી ગયા હતા. હાલ તે ફરાર છે. ત્યારે જોવાનું એ રહ્યું કે આ મામલે આગળ શું કાર્યવાહી કરવામાં આવશે?  



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે