અયોધ્યામાં નિર્માણાધીન રામ મંદિરના 20 પૂજારીની જગ્યા માટે આવી 3 હજારથી વધુ અરજીઓ


  • Published By :
  • Published Date : 2023-11-21 15:41:52

અયોધ્યામાં નિર્માણાધીન રામ મંદિરમાં ભગવાન રામ બિરાજમાન થાય તેને લઈ લોકોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ મંદિર નિર્માણનું કામ ઝડપથી પૂર્ણ થાય તે માટે કૃત સંકલ્પ છે.  જો કે મંદિર ટ્રસ્ટ ભગવાન રામની પૂજા-આરતી માટે પૂજારીઓની ભરતી પણ શરૂ કરી છે. ટ્રસ્ટે તે માટે એક જાહેરાત પણ આપી હતી. રસપ્રદ બાબત એ છે કે માત્ર 200 જેટલા પૂજારીઓ માટે ત્રણ હજાર જેટલા ઉમેદવારોએ અરજી કરી હતી.


200 ઉમેદવારો થયા શોર્ટ લિસ્ટ


રામ મંદિર ટ્રસ્ટને મળેલી ત્રણ હજાર અરજીઓ પૈકીની માત્ર 200 અરજીઓને ટ્રસ્ટે શોર્ટ લિસ્ટ કરી છે. તે માટે ઈન્ટર્વ્યું રાખવામાં આવ્યું હતું, કારસેવકપુરમમાં આયોજીત આ ઈન્ટર્વ્યુ માટેની પેનલમાં વૃદાવનના પૂજારી અને અયોધ્યાના બે મહંતનો સમાવેશ થતો હતો. આ ઉમેદવારોને પૂજાની પધ્ધતીઓ, સંધ્યા વંદના, મંત્રોના અર્થ, પ્રભાવ અને ભગવાન રામની પૂજા સંબંધિત સવાલો કરવામાં આવ્યા હતા. તે ઉપરાંત તેમને કર્મકાંડ અંગેના સવાલો પણ પૂછવામા આવ્યા હતા. 


20 ઉમેદવારોની થશે પસંદગી


મંદિર ટ્રસ્ટ 20 ઉમેદવારોની નોકરી માટે પસંદગી કરશે. આ પસંદ થયેલા ઉમેદવારોમાંથી કેટલાકની પૂજારી તરીકે તો અન્યની રામ મંદિર સંકુલમાં વિવિધ પોસ્ટ માટે નિમણૂક કરવામાં આવશે. આ માટે તેમને સંકુલમાં જ તાલીમ પણ આપવામાં આવશે. તેમને નિશુલ્ક ભોજન, રહેઠાણ અને બે હજારનું સ્ટાઈપેન્ડ પણ આપવામાં આવશે.



અનેક ગુજરાતીઓ એવા હશે જેમને ગુજરાતી ભાષા બોલતા નથી આવડતી... ભાષાની જે મીઠાશ હોવી જોઈએ તેવી ભાષા લોકોને નથી આવડતી..

કોઈ લાંચ આપી, કોઈએ લીધી આ સાયકલ ચાલ્યા કરે કે કેમ કે બધાને એવું લાગે છે કે પૈસાથી બધુ ખરીદી શકાય.. આજે એવા એક કિસ્સા વિશે વાત કરવી છે જે જોઈ તમે ચોંકી જશો..વાત છે ગોધરાની જ્યાં જજ સાહેબને લાંચ આપવાની કોશિશ કરી છે એ પણ કોર્ટમાં....

સુરતથી એક દુ:ખદ ઘટના સામે આવી છે.. સુરતના સચિન પાલી ગામમાં ત્રણ બાળકોના મોત આઈસ્ક્રીમ ખાધા બાદ થયા છે તેવું પ્રાથમિક અનુમાન લગાવામાં આવી રહ્યું છે... આઈસ્ક્રીમ ખાધા બાદ તેમની તબિયત બગડી, હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું...

વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... આગામી દિવસોમાં તાપમાનમાં થોડો ફેરફાર નોંધાઈ શકે છે તેવી વાત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે... આગાહી અનુસાર બે ત્રણ દિવસ બાદ ગુજરાતમાં ઉત્તરના પવન ફૂંકાશે