સવારની ચા પડશે મોંઘી! અમૂલે દૂધ સહિત આ વસ્તુઓના ભાવમાં કર્યો વધારો, જાણો હવે કેટલા ચૂકવવા પડશે પૈસા


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-04-01 11:41:39

પહેલી એપ્રિલથી અનેક ચીજ વસ્તુઓનો માર સહન કરવા તૈયાર રહેવું પડશે. અનેક ચીજ વસ્તુઓ મોંઘી થઈ ગઈ છે. સૌથી પહેલા જો મધ્યમ વર્ગીય પરિવારને લગતી વસ્તુની વાત કરીએ તો અમૂલ દૂધે દૂધના ભાવમાં વધારો કર્યો છે. દૂધની વિવિધ વેરાઈટીઓમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે. અમૂલ ગોલ્ડના ભાવમાં વધારો થયો છે, અમૂલ તાજા ઉપરાંત અમૂલ શક્તિના ભાવમાં વધારો થયો છે. ઉપરાંત ટી સ્પેશિયલ , કાઉ મિલ્ક, ચા મઝા, સ્લીમ એન્ડ ટ્રીમ, એટુ ગાયનું દૂધ, બફેલો મિલ્ક સહિતની બ્રાન્ડમાં ભાવ વધારો ઝીંકાયો છે.


મોંઘવારીનો માર સહન કરવા લોકો મજબૂર બન્યા! 

મોંઘવારીનો માર સહન કરવા મધ્યમવર્ગીય પરિવાર  મજબૂર બન્યો છે. મોંઘવારી સતત વધી રહી છે. ફરી એક વખત અમૂલે પોતાની વિવિધ વેરાઈટીઓના ભાવમાં વધારો કર્યો છે. જેમાં  અમૂલ ગોલ્ડના ભાવમાં વધારો થયો છે, તાજામાં ઉપરાંત શક્તિના ભાવમાં વધારો થયો છે. ઉપરાંત ટી સ્પેશિયલ , કાઉ મિલ્ક, ચા મઝા, સ્લીમ એન્ડ ટ્રીમ, એટુ ગાયનું દૂધ, બફેલો મિલ્ક સહિતની વસ્તુઓના ભાવમાં વધારો કરાયો છે. દૂધના ભાવ વધતા સવારની ચા પણ મોંઘી લાગવાની છે.  


જો તમારે આ વસ્તુઓ લેવી હશે તો આટલા ચૂકવવા પડશે પૈસા   

અમૂલ ગોલ્ડના પ્રતિલીટરે 2 રુપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. અમૂલ ગોલ્ડ હવે પ્રતિ લિટર રૂ. 64, અમૂલ શક્તિ રૂ. 58 પ્રતિ લિટર અને અમૂલ તાઝા રૂ. 52 પ્રતિ લિટરના ભાવે વેચાશે. આ સાથે બફેલો દૂધના ભાવમાં પ્રતિ લીટરે રૂ.4નો વધારો કરાયો છે. જે હવે રૂ.34 પ્રતિ 500 મી.લીના કિંમતને વેચાશે. અમલૂ ટી સ્પેશ્યલ પણ હવે રૂ.29ના બદલે રૂ.30 (500મિલી)માં વેચાશે. અમૂલ ડીટીએમ (સ્લીમ અને ટ્રીમ) દૂધ પણ રૂ.22થી વધીને રૂ.23 (500મિલી) થઈ ગયું છે.


6 મહિનાની અંદર બીજી વખત અમૂલે કર્યો ભાવ વધારો 

જો અમૂલ દ્વારા કરવામાં આવેલા ભાવ વધારાની વાત કરીએ તો અમૂલ ડેરીએ 6 મહિનામાં બીજી વખત ભાવ વધારો કર્યો છે. મોંઘવારીના સમયમાં જીવન જરૂરી વસ્તુઓમાં અનેક વખત ભાવ વધારો કરવામાં આવી રહ્યો છે જેને કારણે  ગૃહિણીનું બજેટ ખોરવાઈ રહ્યું છે. કોઈ વખત પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો થાય છે તો કોઈ વખત દૂધના ભાવમાં તોતિંગ ભાવ વધારો કરવામાં આવ્યો છે. 



સુરત લોકસભા બેઠકના ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર નિલેશ કુંભાણી અનેક દિવસોથી ગાયબ હતા. કોંગ્રેસે તેમને સસ્પેન્ડ કર્યા છે. ત્યારે આજે તેમણે વીડિયો બનાવી પોતાની પ્રતિકિયા આપી છે.

આપના પૂર્વ નેતા અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયા ભાજપમાં જોડાવાના છે. આ મામલે ગોપાલ ઈટાલિયાએ પ્રતિક્રિયા આપી છે.. પ્રતિક્રિયા આપતા તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.

કમાવવાની પાછળ આપણે એટલા બધા લાગી ગયા છીએ કે આપણને ખબર જ નથી પડતી કે આપણી જીંદગી પૂરી થઈ રહી છે... જવાનમાં આપણે ક્યારે ઘરડા થઈ જઈશું તેની ખબર નહીં પડે.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના જે વાતને બહુ સારી રીતે સમજાવે છે...

જમાવટની ઈલેક્શન યાત્રા અલગ અલગ વિસ્તારોમાં ફરી રહી છે. અનેક યુવાનો, બાળકો સાથે વાત કરી હતી ત્યારે તેમણે જે કહ્યું જે વિચારવા જેવું છે.. બાળકો જે જોવે છે તે કહે છે...