Motivational Story : માતા પિતા નિરક્ષર હોવા છતાં બાળકોને ભણાવ્યા અને બનશે ડોક્ટર, જાણો ક્યાંની છે ઘટના


  • Published By :
  • Published Date : 2023-06-23 14:22:40

કહેવાય છે કે ગામડાના છોકરામાં કંઈ કરી બતાવવાનો જસ્બો હોય છે. તેમની અંદર પોતાને સાબિત કરવાની પ્રબળ ઈચ્છા હોય છે. તેમનામાં કંઈક કરવાની, કંઈક બનવાની, ગરીબ માબાપના સંઘર્ષને વ્યર્થ ન જવા દેવા તે મહેનતના જોરે કંઈ પણ કરી શકવા સક્ષમ હોય છે. આવું જ ઉદાહરણ પૂરું પાડ્યું છે ભાવનગરના તળાજાના મોટાધાણા ગામની વાડી વિસ્તારમાં રહેતા ભંમરા પરિવારના છોકરાઓએ. એક જ પરિવારના 3 સગા ભાઈ બહેન MBBS કરીને ડોક્ટર બનશે. 


એક જ પરિવારના ત્રણ સંતાનો બનશે ડોક્ટર!

તમને લાગશે કે આ વાત તો ઘણી સામાન્ય છે. અનેક લોકો ડોક્ટર બનતા હોય છે. આમ વાત સામાન્ય છે પરંતુ તે પરિવાર તેમજ તે લોકો માટે નહીં જે સંઘર્ષ કરી પોતાના પગ પર ઉભા થતા હોય છે. સાવ સામાન્ય પરિવારના ભાઈ બહેન. બે બહેનો અને એક ભાઈ એમબીબીએસ બનવાના છે. છોકરાઓએ બારમા ધોરણ પછી નીટની પરીક્ષામાં ખૂબ સારા ગુણ પ્રાપ્ત કર્યા છે. 


ભાઈ બહેનોએ નીટમાં મેળવ્યા સારા માર્ક્સ

ત્રણેય ભાઈ બહેનોની વાત કરીએ તો ભંમર રાણીબેને નીટમાં 511 ગુણ પ્રાપ્ત કરી હિંમતનગરની મેડકલ કોલેજમાં પ્રવેશ મેળવ્યો, તેમના બીજા બહેન ભંમર દયાબેને 2022માં 516 માર્ક મેળવી મોરબીની મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવ્યો અને હવે તેમના નાના ભાઈ ભંમર દેવાણંદે નીટમાં 720માંથી 647 ગુણ મેળવી ભાવનગરના તળાજા તાલુકામાં ત્રીજું સ્થાન મેળવ્યું છે. ટૂંકમાં ત્રણેય ભાઈ બહેનોએ ગુજરાતમાં એક સકારાત્મક સંદેશ ફેલાવ્યો છે  કે જો લગની લાગી હોય તો કંઈ પણ કરી શકાય છે. 


પિતાના સંઘર્ષે તેમને આગળ વધવાની પ્રેરણા આપી!

આ છોકરાઓની વાત કરીએ તો તે સાવ ગરીબ પરિસ્થિતિમાંથી આવે છે. જ્યારે તે ભણતા  હતા ત્યારે સાથોસાથ ખેતરમાં કામ પણ કરતા હતા. તેઓ એવી પરિસ્થિતિમાં આગળ આવ્યા છે જ્યાં વાંચવા માટે વીજળીની પણ યોગ્ય સુવિધા નથી હોતી કારણ કે તેઓ વાડી વિસ્તારમાં રહે છે. ત્રણેય વિદ્યાર્થીઓના પિતાની વાત કરીએ તો વાસુરભાઈ ભંમર સાવ અભણ છે છતાં મજૂરી કરી તેણે પોતાના બાળકોને સારું જીવન આપવા ભણાવ્યા અને મોટી વાત તો એ છે કે બાપની મહેનત સામે જોઈ છોકરાઓ ભણ્યા પણ.


સંઘર્ષની કહાણી સાંભળી બીજા લોકોને પ્રેરણા મળે!

લગભગ ગુજરાતમાં પહેલીવાર બનશે કે એક જ પરિવારના સગાભાઈ બહેન એમબીબીએસ કરી ડોક્ટર બનશે. આ સમાચાર આપના સુધી પહોંચાડવાનો માત્ર ઉદ્દેશ્ય એટલો જ છે કે બને તેટલી સકારાત્મક ઊર્જાનો અમેં ગુજરાતમાં સંચાર કરીએ. શું ખબર તેમની સંઘર્ષની વાત સાંભળીને બીજા કોઈ પરિવારના દીકરા-દીકરીઓની પણ જીંદગી સુધરી જાય. પણ સાથો સાથ અમારે એ પણ કહેવું છે કે એવું જરૂરી નથી કે ડોક્ટર કે એન્જિનિયર બન્યે જ સફળતા મળી કહેવાય. તમે તમારા જીવનમાં ખુશ છો અને તમારું મનગમતું કામ કરતા હોવ તો તમે પણ સફળ જ છો



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે