હાથી પર સવાર થઈ મા જગદંબા આવશે ધરતી લોક પર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-24 17:39:15

હિન્દુ ધર્મમાં નવરાત્રીનું વિશેષ મહત્વ રહેલુ છે.  વર્ષ દરમિયાન 4 નવરાત્રી આવે છે જેમાંથી 2 નવરાત્રી ગુપ્ત નવરાત્રી હોય છે.  મહા મહિનામાં તેમજ અષાઢ મહિનામાં આવતી નવરાત્રીને ગુપ્ત નવરાત્રી કહેવામાં આવે છે જ્યારે આસો તેમજ ચૈત્ર નવરાત્રી પ્રચલિત નવરાત્રી છે. નવરાત્રી દરમિયાન માતા દુર્ગાની ઉપાસના કરવાનું વિશેષ મહત્વ રહેલું છે. 26 સપ્ટેમ્બરથી આ વખતે નવલી નવરાત્રીનો પ્રારંભ થવાનો છે. સોમવારથી નવરાત્રીનો પ્રારંભ થતા માતાજી હાથી ઉપર સવાર થઈ ધરતી લોકમાં આવવાના છે. 

દિવસ પ્રમાણે બદલાય છે માતાજીની સવારી 

નવરાત્રી જે દિવસથી શરૂ થતી હોય તે દિવસ પ્રમાણે અલગ અલગ વાહનો પર બિરાજમાન થઈ માતાજી ધરતીલોકોમાં આવે છે. જો નવરાત્રી રવિવાર કે સોમવારથી શરૂ થતી હોય તો માતાજી હાથી પર સવાર થઈ ભૂલોક પર આવે છે. જો મંગળવાર કે શનિવારથી નવરાત્રીનો પ્રારંભ થતો હોય તો માતાજી ઘોડા પર સવાર થઈને ધરતી લોક પર આવે છે. બુધવારના દિવસથી જો નવરાત્રીનો પ્રારંભ થતો હોય તો માતાજી હોળીમાં સવાર થઈ ધરતી પર આવે છે. જો નવરાત્રીનો પ્રારંભ ગુરુવાર કે શુક્રવારથી થતો હોય તો ડોલીમાં બેસી માતા પૃથ્વી  લોક પર આવે છે.

Arrrival and departure of Goddess Durga – freeflowshardiya navratri 2020 this navratri durga maa-is-coming-on-horse-and go by  buffalo know-its-meaning-and-importance according to jyotish shastra -  Rojgar Samachar | Govt Jobs News, University Exam Results, Time Table,  Admit Card and Rojgar Results



નવ દુર્ગાની કરવામાં આવે છે ઉપાસના 

નવરાત્રી દરમિયાન માતાજીના નવ રૂપોની આરાધના કરવામાં આવે છે. નવ દુર્ગાની ઉપાસના કરી સાધક સિદ્ધી પ્રાપ્ત કરી શકે છે. નવરાત્રીના 9 દિવસો દરમિયાન મહાકાળી, મહાલક્ષ્મી તેમજ મહાસરસ્વતીની પૂજા કરવામાં આવે છે. હિંદુ પંચાગ પ્રમાણે 4 નવરાત્રી આવે છે જેમાંથી 2 નવરાત્રી સંધિકાળમાં શરૂ થાય છે જ્યારે 2 નવરાત્રી સામાન્ય ઋતુમાં આવે છે. શારદીય નવરાત્રી વર્ષા ઋતુના અંત સમયે તેમજ શિયાળાના પ્રારંભના સમયે આવે છે. 



એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.