Viral Audio Clip મુદ્દે સાંસદ Mansukh Vasavaએ કરી સ્પષ્ટતા! સામાજિક આગેવાનને ગાળ આપવા પાછળનું જણાવ્યું કારણ


  • Published By :
  • Published Date : 2024-01-02 14:27:22

મનસુખ વસાવા ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. થોડા સમય પહેલા તેમનો એક ઓડિયો ક્લીપ વાયરલ થયો હતો જેમાં તે અધિકારીને ખખડાવી રહ્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વાયરલ ઓડિયો ક્લિપમાં મનસુખ વસાવા કથિત રીતે એક વ્યક્તિ સાથે અભદ્ર ભાષામાં વાત કરી રહ્યા હોવાનું સાંભળવા મળે છે. ભાજપના આ અગ્રણી નેતા અને સિનિયર સાંસદનો ઓડિયો વાયરલ થતાં ભરૂચનું રાજકારણ ગરમાયું છે. ત્યારે આ ઓડિયો ક્લીપને લઈ મનસુખ વસાવાએ જવાબ આપ્યો છે. જવાબમાં તેમણે કહ્યું કે જેવા સાથે તેવા... જેને જે ભાષા સમજાય એમાં જ જવાબ આપવા પડે. 

થોડા સમય પહેલા મનસુખ વસાવાનો ઓડિયો ક્લીપ થયો વાયરલ

ભરૂચનું રાજકારણ અનેક વખત ચર્ચામાં રહેતું હોય છે. કોઈ વખત ચૈતર વસાવને કારણે તો કોઈ વખત મનસુખ વસાવાને કારણે. મનસુખ વસાવા દ્વારા આપવામાં આવેલું નિવેદન અનેક વખત ચર્ચામાં રહેતું હોય છે. ત્યારે થોડા સમય પહેલા મનસુખ વસાવાનો એક ઓડિયો ક્લીપ વાયરલ થયો હતો જેમાં તે કથિત રીતે ગાળો આપતા સંભળાયા હતા.જેમાં મોબાઈલ ટાવરને લઈ સામાજિક આગેવાને સાંસદને ફોન કર્યા બાદ ટેલિફોનિક વાતચીતમાં અભદ્ર ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો છે. 



ઓડિયો ક્લીપને લઈ સાંસદે કરી સ્પષ્ટતા 

સોશિયલ મીડિયા પર વાયરલ એક ઓડિયો ક્લિપમાં કથિત રીતે મનસુખ વસાવા અને સામાજિક અગ્રણી વચ્ચેની વાતચીત છે. આ ક્લિપની શરુઆતમાં જ કથિત રીતે સાંસદ કહી રહ્યા છે કે, તું બહુ હોંશિયારી ના માર.. હું મારી રીતે મદદ કરું છું અને બધા જે અધિકારીને કહેવાનું છે તે મારી રીતે કહું જ છું. તને એકલી ચિંતા નથી, અમને પણ ચિંતા છે. જે બાદમાં કહ્યું કે, તું શું સમજે છે તારા મનમાં ?.. તને પૂછીને મારે કરવાનું.. આ ઓડિયો ક્લીપ વાયરલ થતા આ અંગેની સ્પષ્ટતા મનસુખ વસાવા દ્વારા કરવામાં આવી છે. ખુલાસો આપતા તેમણે કહ્યું કે જેને જે ભાષા સમજાય એમાં જ જવાબ આપવા પડે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.