નેતાઓ બિલ્ડર લોબીની દલાલી બંધ કરી જનતાને સેવા કરો: મનસુખ વસાવા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-20 17:42:46

ભાજપના નેતાઓ અને બિલ્ડર લોબી વચ્ચેની મિલીભગતને લઈ ભરૂચના સાંસદ મનસુખ વસાવા બરાબરના અકળાયા છે. રાજપીપળા ખાતે નમો કિસાન પંચાયત કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવાએ  ભાજપના આગેવાનો, બિલ્ડરો અને અધિકારીઓને નિશાન બનાવી આકરા પ્રહારો કર્યા હતા.  મનસુખ વસાવાએ ભાજપના નેતાઓને જાહેર મંચ પરથી ખખડાવતા રાજકારણ ગરમાયું છે. 


મનસુખ વસાવાએ ભાજપના નેતાઓનો ઉધડો લીધો


મનસુખ વસાવાએ બિલ્ડર લોબી પ્રત્યે ગુસ્સો અને ખેડૂત પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, "તંત્રમાં ઘણા બધા લોકોની મિલીભગત છે. નર્મદા જિલ્લામાં ઘણા બિલ્ડર લોબી એ 73AAનો ભંગ કરી જમીનો ખરીદી છે. ખેડૂતોને યોગ્ય વળતર મળવું જોઈએ બાકી ખેડુતો મજૂર બનીને રહી જશે તેવી ચિંતા પણ વ્યક્ત કરી હતી. દહેજ વિસ્તારમાં જે લોકોની જમીન ગઈ છે તેમને મજૂરી પણ મળતી નથી. આપણા જ કેટલાક લોકો બિલ્ડર લોબીની દલાલી કરે છે. કોંગ્રેસના લોકો ભેગું કરવામાં ઘરે જતા રહ્યા જો આપણા લોકો પણ ભેગું કરશે તો તમે પણ ઘરે જતા રહેશો. સરકારને નુકશાન પહોંચાડશે તેવા લોકોને હું ચલાવી નહિ લઉં. નર્મદાના આખે આખા ગામ વેચાઈ જતા મેં રોક્યા છે. નહીં તો કેટલાય ગામો બિલ્ડર લોબીએ ખરીદી લીધા હોત. બિલ્ડરોએ અહીંયા જમીનો ખરીદવા દોટ મૂકી છે. તલાટીઓ મામલતદારોથી લઈને ગાંધીનગર સુધીના અધિકારીઓ બધા મળેલા છે. સાંસદે નેતાઓને ચીમકી આપતા કહ્યું કે, ખેડૂત મટી જાય એવો ધંધો ન કરતા. નહી તો ખેર નથી. સાચી વાત કહેવામાં આપણને શુ કામ ડર લાગે છે".


સાંસદ મનસુખ વસાવાએ ખેડૂતોની મદદ કરવા ભાજપના સિનિયર નેતાઓને ટકોર કરતા કહ્યું કે, હા..હા.હી.હી.. કરવાથી કાંઈ નહીં થાય. સ્ટેચ્યુ ઓફ યુનિટીને કારણે ખેડૂતોની જમીનો વેચવા અધિકારીઓ સાથે આપણાં નેતા સાથગાંઠ કરી રહ્યા છે. ભાજપ પાર્ટીના આવા નેતાઓને ખુલ્લા પાડવા પડશે અને કોઈ પણ સંજોગોમાં સહન કરી શકાય નહી. આ નેતાઓ બિલ્ડર લોબીના કાંધીયાઓની જેમ વર્તન કરી રહ્યા છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે