ઘેડ પંથકમાં હવાઈ નિરીક્ષણ નહીં પરંતુ સાંસદે કર્યું ટ્રેક્ટર નિરીક્ષણ, અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ રમેશ ધડૂકે મેળવ્યો તાગ


  • Published By :
  • Published Date : 2023-07-03 13:10:57

ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છે. અનેક જગ્યાઓ પર તો એટલો વરસાદ ખાબક્યો છે કે ત્યાં ચાલતા પહોંચી શકાય તેવી પરિસ્થિતિ નથી. અનેક જિલ્લાઓમાં મેઘમહેર મેઘકહેર બની ગઈ  છે. અનેક ગામો બેટમાં ફેરવાઈ ગયા છે અને અનેક ગામો સંપર્ક વિહોણા બની ગયા છે. ત્યારે ઘેડ પંથકમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદને કારણે સ્થાનિક લોકોને હાલાકી ભોગવવાનો વારો આવતો હોય છે. લોકોને પડતી મુશ્કેલીને જાણવા જાણે નેતાઓ, ધારાસભ્યો તેમજ સાંસદ જતા હોય છે ત્યારે તેમને વિરોધનો સામનો કરવો પડતો હોય છે. એવા અનેક કિસ્સાઓ આપણી સામે છે જેમાં ધારાસભ્યોને લોકોએ ઘેરી લીધા હતા. 


અસરગ્રસ્ત વિસ્તારની રમેશ ધડૂકે લીધી મુલાકાત 

આપણી સામે અનેક વખત એવા દ્રશ્યો આવ્યા છે જેમાં અવર જવર માટે લોકો જેસીબીનો ઉપયોગ કરતા હોય છે. પોતાના જીવને જોખમમાં નાખી એક તરફથી બીજી તરફ રસ્તો ક્રોસ કરતા હોય છે. ત્યારે જેસીબી પર બેસી રસ્તો પાર કરવાની વારી સાંસદની આવી. પોરબંદરમાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ત્યારે પોરબંદરમાં પણ વરસાદ વિનાશકારી સાબિત થઈ રહ્યો છે. ભારે વરસાદ થવાને કારણે અનેક જગ્યાઓ પર ખેતરોનું ધોવાણ થયું છે. ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે પોરબંદરની મુલાકાત લેવા સાંસદ રમેશ ધડૂક પહોંચ્યા હતા. ટ્રેક્ટર પર બેસી ઘેડ પંથકની તેમણે મુલાકાત લીધી હતી. ખેતરોમાં જઈ થયેલી નુકસાની અંગે તાગ મેળવ્યો હતો. મહત્વનું છે કે તેમની સાથે ખેડૂતો પણ હાજર હતા. ત્યાંની પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે માંડ માંડ રમેશ ધડૂક અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચી શક્યા હતા.      


ઘેડ પંથકની સાંસદે લીધી મુલાકાત  

ઉલ્લેખનિય છે કે ભારે વરસાદને કારણે અનેક જગ્યાઓથી ભારે નુકસાનાની તસવીરો સામે આવી રહી છે. લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ પર પાણી ભરાવવાને કારણે આવનજાવન માટે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. આવી પરિસ્થિતિમાં લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠતો હોય છે. અને જ્યારે નેતાઓ ,ધારાસભ્યો, સાંસદો તેમના વિસ્તારની મુલાકાત લેવા જતા હોય છે ત્યારે તેમને લોકો ઘેરી લેતા હોય છે. ત્યારે ઘેડ પંથકમાં વરસાદે કેવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે તેનો તાગ મેળવવા સાંસદ રમેશ ધડૂક પહોંચ્યા હતા. સ્થળ નિરીક્ષણ કરી કેટલું નુકસાન થયું છે તે જાણવાની કોશિસ કરી હતી. 

અનેક નેતાઓને કરવો પડ્યો છે વિરોધનો સામનો 

થોડા દિવસ પહેલા કૃષિમંત્રી રાઘવજી પટેલ જામનગર ગયા હતા ત્યારે તેમને લોકોના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો. ઘરોમાં પાણી ભરાવવાને કારણે લોકોએ તેમને ઘેરી લીધા હતા અને સવાલો કર્યો હતા. તે ઉપરાંત રિવાબા જાડેજાને પણ આવી જ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. મહત્વનું છે કે તંત્ર દ્વારા અનેક વખત દાવા કરવામાં આવતા હોય છે પરંતુ તે ખોટા પૂરવાર ઘણી વખત થતા હોય છે. તે પહેલા પણ આવા અનેક કિસ્સાઓ આપણી સામે આવ્યા છે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે