MP : વિરોધ કરી રહેલા ટ્રક ડ્રાઈવરની Collectorએ ઓકાત પૂછી તો CMએ Collectorને તેમની ઓકાત યાદ કરાવી દીધી! જાણો શું છે સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2024-01-03 15:53:59

દેશભરમાં ટ્રક ડ્રાઈવરો રસ્તા પર ઉતરી હિટ એન્ડ રન કાયદાનો વિરોધ કરી રહ્યા હતા. નવા કાયદા હેઠળ અકસ્માત સર્જનાર ડ્રાઈવરને 10 વર્ષની સજા તેમજ અનેક લાખો રુપિયા દંડની જોગવાઈ છે. આ કાયદાનો વિરોધ અનેક રાજ્યોમાં ડ્રાઈવરોએ નોંધાવ્યો હતો. રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ચક્કાજામ કર્યો હતો. હડતાળ સમેટવાની જાહેરાત તો થઈ ગઈ પરંતુ આ બધા વચ્ચે મધ્ય પ્રદેશથી એક વીડિયો સામે આવ્યો જેમાં કલેક્ટર ટ્રક ડ્રાઈવરને કહી રહ્યા છે કે તારી શું ઓકાત છે? વીડિયો સામે આવ્યા બાદ લોકોમાં રોષ જોવા મળ્યો. કલેક્ટર વિરૂદ્ધ કાર્યવાહી પણ કરાઈ અને કાર્યવાહીના રૂપમાં તેમની ટ્રાન્સફર કરી દેવાયામાં આવી છે. 

વિરોધ કરી રહેલા ડ્રાઈવરો ગયા હતા રજૂઆત કરવા 

આપણે જ્યારે મોટા- ઉંચા પદ ઉપર હોઈએ ત્યારે આપણી જવાબદારી વધી જતી હોય છે. આપણી વાણી- આપણા વર્તનથી કોઈની લાગણી ન દુભાય તેની જવાબદારી રહેતી હોય અને જો તમે બંધારણીય પદ ઉપર હોવ ત્યારે તો આ જવાબદારી એકદમ વધી જતી હોય છે. આવું એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે મધ્યપ્રદેશના એક કલેક્ટરનો વીડિયો વાયરલ થયો હતો જેમાં તે ટ્રક ડ્રાઈવરને તેની ઓકાત દેખાડી રહ્યા હતા. વિરોધ કરી રહેલા ટ્રક ડ્રાઈવરો જ્યારે કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યા તે સમયનો આ વીડિયો છે.     


ડ્રાઈવર સાથે કલેક્ટરે કર્યું અશોભનિય વર્તન  

મધ્યપ્રદેશના શાજાપુરનો આ વીડિયો છે જ્યાં એક તરફ ડ્રાઈવરો છે અને બીજી તરફ જે ગુસ્સે થઈ રહ્યા છે એ છે જિલ્લા કલેક્ટર કિશોર કુમાર કનૈયાલ. ગઈકાલે એમપીમાં ડ્રાઈવરો આંદોલન કરી રહ્યા હતા ત્યારે એ લોકો કલેકટરને પોતાનો મુદ્દો રજૂ કરવા ગયા. ત્યાં કલેકટર અને ડ્રાઈવરો વચ્ચે વાતો પણ થઈ અને અચાનક ડીએમ કિશોર કુમાર ભડકી ઉઠયા અને ડ્રાઈવરને કહી દીધું કે તારી ઔકાત શું છે? શું કોઈ પણ કલેકટરને આ ભાષા કે વર્તન શોભે છે? 

Madhya Pradesh, Mohan Yadav, Collector Kishor Kanyal

24 કલાકની અંદર કલેક્ટરની કરાઈ ટ્રાન્સફર 

આ તોછળાઈ ભર્યા વર્તનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સમગ્ર ઘટના સામે આવતા જ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી દ્વારા કડક અને ત્વરીત કાર્યવાહી કરવામાં આવી છે. માત્ર 24 કલાકમાં જ આ સાહેબને એમની ઓકાદ યાદ આવી ગઈ. કલેક્ટરની બદલી કરી દેવામાં આવી છે. મહત્વનું છે કે જ્યારે આપણે કોઈનું અપમાન કરીએ ત્યારે એ ન ભુલવું જોઈએ કે સમય બધાનો આવે છે અને સમય હંમેશા એક સરખો નથી રહેતો. પદના ગુમાનમાં આપણે માનવીય મુલ્યોને ન ભૂલવા જોઈએ. 



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.