વડોદરાની MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થિની નમાઝ પઢતી હોવાનો વીડિયો વાયરલ થતા હડકંપ


  • Published By :
  • Published Date : 2023-01-16 13:06:38

રાજ્યની એક સમયની સૌથી પ્રતિષ્ઠિત વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી સતત વિવાદોમાં ભોગ બની રહી છે. હવે આ એમ.એસ.યુનિવર્સિટીમાં ફરી એકવાર એક વિવાદનું કેન્દ્ર બની છે. આ યુનિવર્સિટીમાં એક વિદ્યાર્થિની દ્વારા નમાઝ પઢવામાં આવી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઘટના શુક્રવારની હોવાનું અને સાયન્સ ફેકલ્ટીના બૉટની ડિપાર્ટમેન્ટમાં બની હોવાનું સામે આવ્યું છે. જોકે, આ વીડિયોની જમાવટ પુષ્ટિ કરતું નથી


કોણ છે આ વિદ્યાર્થીની?


યુનિવર્સિટીના સુત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે શુક્રવારના એટલે કે ઉત્તરાયણના તહેવારના એક દિવસ પૂર્વે   યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ દ્વારા પતંગોત્સવ ઉજવવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન બૉટની ડિપાર્ટમેન્ટમાં એક બીજા માળે ક્લાસરૂમની બહાર ગેલેરીમાં બપોરના સમયે એક વિદ્યાર્થીનીએ નમાઝ પઢી હતી. આ દરમિયાન તેની આજુબાજુમાં અન્ય વિદ્યાર્થીઓ પણ હાજર હતા. જો કે આ વિદ્યાર્થિની કોણ છે તે અંગે માહિતી મળી શકી નથી. 


વીડિયો વાઇરલ થતા વિવાદ


યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના બૉટની ડિપાર્ટમેન્ટમાં એક મુસ્લિમ વિદ્યાર્થીની લોબીમાં નમાઝ પઢી રહી હતી તેનો વીડિયો કોઈએ બનાવ્યો હતો. હવે આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં નમાઝ પઢવાને લઇને આ સતત ત્રીજો વિવાદ સામે આવ્યો છે. આ પૂર્વે યુનિવર્સિટીના પરિસરમાં આવેલી સંસ્કૃત મહાવિદ્યાલયના ગેટની સામે એક યુવક અને યુવતી દ્વારા નમાઝ પઢવામાં આવતી હોવાનો વીડિયો વાઇરલ થતાં હડકંપ મચી ગયો હતો. જો કે આવા મામલે એમ.એસ.યુનિવર્સિટીનું તંત્ર આ મામલે લાચાર સાબિત થતું જણાઈ રહ્યું છે.



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .