વડોદરાની MS યુનિવર્સિટીમાં ફરી દારૂ પાર્ટી, દારૂની ખાલી બોટલ અને સિગરેટના બોક્સ જપ્ત


  • Published By :
  • Published Date : 2023-08-15 17:22:24

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટી વિવિધ નકારાત્મક કારણોથી સતત વિવાદોમાં રહેતી હોય છે. વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં દારૂની મહેફિલ ઝડપાતા હાહાકાર મચી ગયો છે. એમ.એસ.યુનિવર્સિટીના ત્રણ વિદ્યાર્થી હોસ્ટેલના રૂમમાં દારૂની મહેફિલ માણતા હોવાની બાતમી મળતાં યુનિવર્સિટી વિજિલન્સ ટીમે દરોડા પાડ્યા હતા. જોકે વિદ્યાર્થીઓને ગંધ આવતા ભાગી છૂટ્યા હતા. યુનિવર્સિટીના હોસ્ટેલમાં દારૂની મહેફિલ ચાલતી હોવાનો વીડિયો વાયરલ થતા ચકચાર મચી ગઈ છે.


યુનિવર્સિટી વિજિલન્સ ટીમે દરોડા પાડ્યા 


આ સમગ્ર ઘટના અંગે મળતી માહિતી મુજબ વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની હોસ્ટેલમાં બે દિવસ પહેલા જ બે વિદ્યાર્થી હોસ્ટેલમાં રહેવા આવ્યા હતા. આ વિદ્યાર્થીઓ તેમના રૂમમાં દારૂની પાર્ટી કરી રહ્યા હોવાની જાણકારી યુનિવર્સિટી વિજિલન્સ ટીમને મળતા તાત્કાલિક સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વિજિલન્સ ટીમના સભ્યોએ હોસ્ટેલની 34  નંબરની રૂમમાં પહોંચે તે પહેલા જ વિદ્યાર્થીઓને શંકા જતા તેઓ તરત જ ભાગી ગયા હતા. ટીમને 34  નંબરની રૂમમાંથી દારૂ ભરેલા ગ્લાસ મળી આવ્યા હતા. તે ઉપરાંત દારૂની ખાલી બોટલ અને સિગરેટના બોક્સ પણ મળી આવ્યા હતા. જો કે, આવી પ્રવૃત્તિને લઈ હોસ્ટેલની સિક્યોરિટી પર સૌથી મોટા સવાલ ઉભા થયો છે. રાજ્યના શિક્ષણધામમાં આવી પ્રવૃતિઓ વધી રહી છે તે ચિંતાનો વિષય છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે