મુકુલ રોહતગી બનશે દેશના નવા એટર્ની જનરલ, વેણુગોપાલનું સ્થાન લેશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-13 11:04:34


મુકુલ રોહતગી દેશના આગામી એટર્ની જનરલ બનશે. તે 1 ઓક્ટેબરથી પોતાનો બીજો કાર્યકાળ શરૂ કરશે, આ પહેલા મુકુલ રોહતગીએ 2014થી 2017 સુધી કેન્દ્રની મોદી સરકારના પહેલા 3 વર્ષ દરમિયાન એટર્ની જનરલ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. જો કે જૂન 2017માં તેમણે વ્યક્તિગત કારણોથી એટર્ની જનરલના પદેથી રાજીનામું આપી દીધું હતું.  તે કેકે વેણુગોપાલનું સ્થાન લેશે. વેણુગોપાલનો કાર્યકાળ 30 સપ્ટેમ્બરે સમાપ્ત થઈ રહ્યો છે. રોહતગી દેશના 14માં એટર્ની જનરલ બનશે.


90 વર્ષીય વેણુગોપાલ થશે નિવૃત


વેણુગોપાલે હાલમાં જ સુપ્રીમ કોર્ટને સંકેત આપ્યો હતો કે તેઓ 30 સપ્ટેમ્બર પછી પદ સંભાળશે નહીં. આ વર્ષના જૂનના અંતમાં, વેણુગોપાલનો કાર્યકાળ ત્રણ મહિના અથવા “આગળના આદેશો સુધી” લંબાવવામાં આવ્યો હતો. આ એક્સટેન્શન 30 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થવાનું છે. 90 વર્ષીય વેણુગોપાલ વધતી ઉંમર અને સ્વાસ્થ્ય કારણોથી સરકારના વધુ એક્સટેન્સનનો ઈન્કાર કર્યો હતો. વેણુગોપાલને 1 જુલાઈ, 2017 ના રોજ ત્રણ વર્ષની મુદત માટે એટર્ની જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, જે પાછળથી બે વાર એક વર્ષ માટે લંબાવવામાં આવ્યું હતું.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે