ઈન્ડિગો ફ્લાઈટને બોંબથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈ મેલ, સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-02 14:10:39

મુંબઈ એરપોર્ટને શનિવાર રાત્રે એક ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો. આ ઈ મેલમાં ઈન્ડિગોની ફ્લાઈટ નંબર 6E 6045માં બોંબ રાખવામાં આવ્યો હોવાની વાત કહેવામાં આવી હતી. ઈ મેલ બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. જો કે ફ્લાઈટની તપાસ કરવામાં આવી તો આવું કાંઈ પણ મળ્યું નહોતું. આ સ્થિતીમાં એ સ્પષ્ટ થઈ ગયું કે બોંબ હોવાનો  દાવો માત્ર અફવા જ હતી.


સુરક્ષા એજન્સીઓએ ઈમેલ કરનારની તપાસ શરૂ કરી


આ ફ્લાઈટ રાત્રીના સમયે મુંબઈથી અમદાવાદ જવાની હતી. જો કે બોંબની અફવાના કારણે ફ્લાઈટની તપાસ કરવામાં આવી અને ત્યાર બાદ મોડી રાત્રે ઉડાનભરી હતી. હાલ સુરક્ષા એજન્સીઓ આ ઈમેલ કોણે કર્યો અને કેમ કરવામાં આવ્યો હતો તે અંગે તપાસ કરી રહી છે. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.