Bharuch બેઠક પર Mumtaz Patelને ઝટકો।AAP લડશે ચૂંટણી, Chaitar Vasava જ ઉમેદવાર


  • Published By :
  • Published Date : 2024-02-24 11:58:35

કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન જાહેર થઈ ગયું છે. ગઠબંધન અંતર્ગત ગુજરાતમાં આમ આદમી પાર્ટીને બે સીટો ફાળવવામાં આવી છે તે છે ભાવનગર લોકસભા સીટ તેમજ ભરૂચ લોકસભા સીટ. આ બંને બેઠકો એવી છે જ્યાં આમ આદમી પાર્ટી ગઠબંધન પહેલા જ ઉમેદવારના નામની જાહેરાત કરી ચૂકી છે. ભરૂચ લોકસભા બેઠક પરથી ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના નામની જાહેરાત કરવામાં આવી છે તો ભાવનગર લોકસભા બેઠક માટે ઉમેશ મકવાણાના નામની જાહેરાત કરવામાં આવી છે. પહેલા આ બંને આપના ઉમેદવાર હતા પરંતુ હવે તે ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે. 


મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલ હતા ગઠબંધનથી નારાજ!

ભરૂચ લોકસભા બેઠક પર ગઠબંધનની વાત કરવામાં આવતા મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલની નારાજગી સામે આવી હતી. ગઠબંધનને લઈ ભાઈ બહેને પ્રતિક્રિયા આપી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કોંગ્રેસની લાગણીઓ આ સીટ સાથે જોડાયેલી છે કારણ કે કોંગ્રેસના દિગ્ગજ નેતા એહમદ પટેલનો નાતો આ સીટ સાથે હતો. ચૈતર વસાવા માટે પ્રચાર નહીં કરે તેવું નિવેદન મૂમતાઝ પટેલ દ્વારા આપવામાં આવ્યું હતું. તે ઉપરાંત ફૈઝલ પટેલ દ્વારા પણ નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. ફૈઝલ પટેલ દ્વારા આપવામાં આવેલા નિવેદન પર શક્તિસિંહ ગોહિલની પ્રતિક્રિયા પણ સામે આવી હતી. શક્તિસિંહ ગોહિલે કહ્યું કે હાઈકમાન્ડનો ઓર્ડર છે માનવો પડશે. 


ચૈતર વસાવાના નામ પર લાગી મહોર!

મહત્વનું છે કે ચૈતર વસાવાના નામની જાહેરાત આમ આદમી પાર્ટી દ્વારા ત્યારે કરવામાં આવી હતી જ્યારે ઈન્ડિયા ગઠબંધનને લઈ ગુજરાતમાં ચર્ચા પણ ન હોતી કરવામાં આવી. ચૈતર વસાવાના નામની જાહેરાત બાદ તેમના સમર્થકો દ્વારા પ્રચાર પણ શરૂ કરવામાં આવી ગયો છે. લોકો સાથે જોડાવાનો પ્રયત્ન ચૈતર વસાવા દ્વારા કરવામાં આવી રહી છે. અનેક પ્રતિક્રિયાઓ પણ સામે આવી છે. મહત્વનું છે કે ઈન્ડિયા ગઠબંધનની સત્તાવાર જાહેરાત બાદ મુમતાઝ પટેલને ઝટકો લાગ્યો છે. ચૈતર વસાવાના નામ પર મહોર લાગી છે.  ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા બન્યા છે. 




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે