DRIએ મુન્દ્રા પોર્ટ પર ફરી બોલાવ્યો સપાટો, 16 કરોડની વિદેશી સિગારેટ ભરેલું કન્ટેનર જપ્ત


  • Published By :
  • Published Date : 2023-11-24 22:36:26

કચ્છનું મુન્દ્રા પોર્ટ છેલ્લા ઘણા સમયથી અનેક નકારાત્મક કારણોથી ચર્ચામાં રહ્યું છે.  DRIએ આજે મુન્દ્રા પોર્ટ પરથી ગેરકાયદેસર સિગારેટ હેરાફેરી કરતા કન્સાઈનમેન્ટ ઝડપી પાડ્યું છે. આ કન્ટેનરમાં તૈયાર વસ્ત્રોના હતા જેની આડમાં સિગારેટના પેકેટો સંતાડવામાં આવ્યા હતા. DRIએ માલસામાનની ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરી ત્યારે સિગારેટનો મોટો જથ્થો હાથ લાગ્યો હતો. અલગ અલગ સિગારેટના પેકેટમાં કુલ 80 લાખથી વધુ સિગારેટ જપ્ત કરવામાં આવી છે. આ જપ્ત કરાયેલી સિગારેટની કિંમત આંતરરાષ્ટ્રીય બજાર મુજબ આશરે ભારતીય નાણા પ્રમાણે રૂપિયા 16 કરોડ છે. DRIની તપાસમાં એવું પણ સામે આવ્યું કે, જપ્ત કરાયેલી સિગારેટના પેકેટમાં ‘મેડ ઇન ઇન્ડિયા’લખેલું હતું. મોટી માત્રામાં વિદેશી સિગારેટની જપ્તી એ  DRI માટે મોટી સફળતા છે અને ભારતમાં વિદેશી સિગારેટની દાણચોરી પર તેની  અસર પડશે. DRIએ આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.



કઈ રીતે ઝડપાયો સિગારેટનો જથ્થો?


સિગારેટનો જથ્થો ઝડપાયો તે મામલે DRI અધિકારીઓએ જણાવ્યું કે ગુપ્ત બાતમીના આધારે આજે મુન્દ્રા પોર્ટ પરથી ગેરકાયદેસર સિગારેટ હેરાફેરી કરતા કન્સાઈનમેન્ટ પકડવામાં આવ્યું છે. પ્રથમ તબક્કે આ કન્સાઇનમેન્ટને મોકલનારે “રેડીમેઇડ ગાર્મેન્ટ્સ” તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. તે કન્સાઇનમેન્ટ હજીરા પોર્ટ માટે મોકલવામાં આવ્યું હતું. ઉપરોક્ત કન્સાઈનમેન્ટની વિગતવાર તપાસ દરમિયાન, અધિકારીઓએ નોંધ્યું કે કન્ટેનરમાં પ્રથમ પંક્તિના પેકેજો જાહેર કરાયેલા માલ એટલે કે, તૈયાર વસ્ત્રોના હતા જેની આડમાં સિગારેટના પેકેટો સંતાડવામાં આવ્યા હતા. જેથી કોઈને શંકા ન જાય અને નિકોટીન વાળી સિગારેટના પાર્સલ દ્વારા યોગ્ય જગ્યાએ મોકલી શકાય. જો કે તમામ પેકેટોમાં વિદેશી મૂળની સિગારેટ “ગોલ્ડ ફ્લેક” હતી.  DRI ની કાર્યવાહી દરમિયાન અલગ અલગ સિગરેટના પેકેટમાં કુલ 80 લાખથી વધુ સિગારેટ જપ્ત કરવામાં આવી છે. 


અગાઉ પણ ઝડપાયું હતું સિગારેટથી ભરેલું કન્ટેનર


DRIના અધિકારીઓએ અગાઉ પણ મુન્દ્રા પોર્ટ પરથી વિદેશી સિગારેટથી ભરેલું કન્ટેનર જપ્ત કર્યું હતું. ચોક્કસ બાતમીના આધારે DRIએ મુન્દ્રા પોર્ટ પર આયાત કન્ટેનર અટકાવ્યું હતું. જપ્ત કરાયેલ સિગારેટના જથ્થાની કિંમત 6.5 કરોડ જેટલી આંકવામાં આવી હતી. કન્ટેનરમાં પ્રથમ હરોળમાં ઓટો એર ફ્રેશનર હતા. જો કે જણાવેલી પ્રથમ લાઈનની પાછળ તમામ પેકેજોમાં વિદેશી મૂળની સિગારેટ "ગોલ્ડ ફ્લેક્સ" હતી. આમાંની મોટાભાગની વિદેશી મૂળની સિગારેટ પર "મેડ ઈન તુર્કી"ના નિશાન હતા. કુલ 32.5 લાખ સિગારેટ જપ્ત કરવામાં આવી હતી. જપ્ત કરાયેલી સિગારેટની કિંમત અંદાજે 6.5 કરોડ જેટલી આંકવામાં આવી હતી.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે