મિત્રે એ જ ખેલ્યો ખૂની ખેલ! મિત્રની હત્યા બાદ ટુકડા કરી અંગો સગેવગે કર્યા!


  • Published By : Simple Thakkar
  • Published Date : 2025-04-03 17:09:26

ભરૂચમાં મળી આવેલા કપાયેલા માનવ અંગના ટુકડાની ઘટનાએ આખા ગુજરાતમાં ચકચાર મચાવી છે. આ માનવ કપાયેલા અંગ મળતા પોલીસ પણ ગોથે ચઢી હતી.એક પછી એક કોઈ મૃતકના અંગોનો નિકાલ કરાઇ રહ્યો હતો પરંતુ હત્યારો કોણ છે? અને કોની હત્યા થઈ છે. આખરે એ રહસ્ય પરથી પોલીસે પડદો હટાવ્યો અને આ ચકચારી હત્યા કાંડની ઘટનામાં એના જ મિત્રએ,બીજા મિત્રની હત્યા કરી હતી. હત્યા બાદ શબને સગેવગે કરવાં માટે કરીને મિત્રના અંગોને એક એક કરી કટર વળે કાપીને રોજ એક અંગ થેલીમાં ભરીને દૂર ભોલાવ GIDC પાસેની ગટરમાં નાંખતો હતો.આ હત્યારા ખૂની મિત્રને પોલીસે ઝડપી પાડ્યો છે.

ભરૂચમાં ભોલાવ GIDC વિસ્તારમાં આવેલી ગટર માંથી છેલ્લા ત્રણ ચાર દિવસ થી એક પછી એક કપાયેલા જે માનવના અંગ મળ્યા હતા. જેમાં ગત શનિવારે કપાયેલું માથું ,રવિવારે કમરનો ભાગ અને જમણો હાથ,એના બીજા દિવસે ડાબો હાથ મળ્યો હતો તેની તપાસમાં પોલીસ પણ ગોથે ચડી હતી. પોલીસ અને ફોરન્સીક રિપોર્ટના આધારે `એક એક અંગ ભેગા કરતાં’ એ શબની ઓળખ છતી થઈ હતી. મૃતકની ઓળખ સચીન કુમાર પ્રવીણસિંહ ચૌહાણ હોવાનું સામે આવ્યું છે.સચિનની હત્યારો બીજા કોઈ નહિ,પણ એનો જ મિત્ર નીકળ્યો!

ઘટનાને સમજીએ તો ભરૂચના રહેવાસી સચીન કુમાર પ્રવીણસિંહ ચૌહાણ અને શૈલેન્દ્રસિંહ વિજય ચૌહાણ બંને મિત્રો હતા. મિત્રતા એટલી પાકી કે ઘર સુધીના સંબંધ હતા. ગત ૨૮ મી ફેબ્રુઆરીના રોજ સચિન એની પત્ની અને પુત્રને સાથે હોળીનો તહેવાર કરવા માટે પોતેને વતન ગયો હતો. તહેવાર પતાવી સચિન ૬ માર્ચએ પાછો ભરૂચ આવ્યો હતો. પાછા ફર્યા બાદ સચિન અને શૈલેન્દ્રસિંહે બંને મળ્યા હતા જ્યાં વાતે વાતમાં શૈલેન્દ્રસિંહે સચિનની પત્નીના ફોટા બતાવ્યા હતાં. સચિને ફોન માંથી એની પત્નીના ફોટાને ડિલીટ કરવાનું કહ્યું, આ આનાકાની વણસી એટલે બંને વચ્ચે  લીધેલી લોન અંગે વાત પહોંચી હતી. ગરમાગરમીમાં વાત વણસી જતાં શૈલેન્દ્રસિંહે એની પાસે પડેલા ચાકુથી, સચિનના ગળાના ભાગ પર હુમલો કર્યો. શૈલેન્દ્રસિંહે સચિન મરી ગયા બાદ એના શબને ઠેકાણે પાડવા માટે એના શરીરના અંગને એક એક કરીને કટર થી કાપવાનું શરૂ કર્યું. અને એક દિવસે એક અંગને થેલીમાં ભરીને ગટરમાં નાખ્યાં હતા. આ સમય ગાળા દરમિયાન ૨૩મી માર્ચના પત્નીએ તેને તેડવા આવવા ફોન કર્યો હતો. ત્યાર બાદ સચિનનો ફોન સ્વિચ ઓફ આવતો હતો. સચિનની ભાળ ના મળતા સચિનની પત્નીએ સચિનના ભાઈ મોહિતને ફોન કર્યો,અને સચિનની ભાળ મેળવવા માટે કહ્યું. મોહિતે સચિનના ઘરે જઈને તપાસ કરી તો ઘરે તાળું મારેલું હતું. જેથી સચિનના ભાઈ પહેલા મિત્ર શૈલેન્દ્રએ  સચિન અંગે પૂછ્યું. શૈલેન્દ્રએ સીધો જવાબ ના આપ્યો ! મોહિતે શૈલેન્દ્રસિંહને સચિન ખોવાયાની વાત કરી અને મદદ માટે કહ્યું હતું. શૈલેન્દ્રએ બહાનું બનાવીને તેની સાથે જવાની ના પાડી. મોહિતે શૈલેન્દ્રસિંહને પોલીસ સ્ટેશન સાથે આવવા જણાવ્યું તો, શૈલેન્દ્રસિંહ ભરૂચ છોડી જતો રહ્યો. સચિનના ભાઈને શૈલેન્દ્રસિંહના વર્તણૂક પર શંકાના જતાં શંકાના આધારે મોહિતે ભરૂચ એ.ડિવિઝન પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસે તપાસ કરતાં મોહિતએ જણાવ્યું કે છેલ્લા એસપ્તાહથી સચિનનો ફોન સ્વિચ ઓફ હતો.પરંતુ અચાનક થોડા સમય બાદમાં સચિનના ફોનથી કોઈ વ્યક્તિ વોટ્સએપ પર પરિવાર સાથે મેસેજ પર ચેટ કરતું હતું.

આ કડી પોલીસ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ અને પોલીસે મૃતકના ભાઈ મોહિતની ફરિયાદના આધારે પ્રમાણે શૈલેન્દ્રસિંહ વિરુદ્ધ ગુન્હો નોંધી ને તપાસ હાથ ઘરી હતી. શૈલેન્દ્રસિંહ વિજય ચૌહાણે પણ આશંકા એના ભાઈ મોહિતે અને પોલીસે વ્યક્ત કરી છે. મૃતકના ભાઈએ શંકાના આધારે શૈલેન્દ્રસિંહ વિજય ચૌહાણએ સચિનની હત્યા કરી હોવાનું પોલીસને જણાવ્યું છે.

 કોઈ એક વ્યક્તિ બીજા સાથે મળીને કોઈની હત્યા કરી અને પછી એના શરીરના ટુકડેટુકડા કરીને ગટરમાં કાપી નાંખી ઠેકાણે પાડે છે.એ બીજો કોઈ નહિ પણ પોતાના જ મિત્ર ના ! માણસ આવેશમાં આવીને કોઈ પ્રત્યે કેટલી ધ્રુણા પેદા થતી હશે કે મારી નાંખ્યા બાદ પણ એના એક એક અંગને છિન્ન ભિન્ન કરીને રોજ એક એક અંગનો નિકાલ કરે છે.

આટલી બર્બરતા કેમ ? જરા વિચારીને જુઓ આ કોઈનો દીકરો ,ભાઈ કે પતિ હશે અને હશે કોઈનો પિતા ! એનો પરિવાર એની રાહ જોતો હશે, કે તે કયારે ઘેર પાછો આવશે. હવે એ ઘરે તો પહોંચ્યો પણ ટુકડા ટુકડા માં જે રીતે સડેલા અને કપાયેલા ટુકડા પરિવારના હાથ લાગ્યા છે એ પરિવાર પર તો આભ તૂટી પડ્યું છે બધા અંગો લગભગ કોહવાઈ ગયા છે એના પરિવાર એ અંગો ના યાદી શકે ના દીકરાને ભેટીને રડી શકે તેવી બર્બરતા પોતના મિત્ર એની સાથે કરી છે.  

પોલીસે ગુન્હેગારને ઝડપી પાડયો, હવે અદાલત એના ભવિષ્યનો ફેંસલો કરશે. સચિનનો આ બધા શું વાંક? એની પત્ની એ બાળકને શેની સજા મળી?   

એ કોઇપણ વ્યક્તિ કેટલો નિર્દય કે બર્બર બની શકે? રોજે રોજ કોઈ ને કોઈ એવી ખૂની ખેલની ઘટના આપણે સાંભળીએ અને જોઈએ છીએ જે એક ગંભીર ચિંતાનો વિષય છે. સમાજમાં જે રીતે બનાવો બની રહ્યા છે તે રૂવાંડા ઊભા કરી દે છે.કોનો વિશ્વાસ કરવો કોનો નહિ! 

અરેરાટી થઈ જાય છે આવા સમાચાર વાંચતા અને લખતાં પણ..

 

 

 

 

 



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.