ઈસ્લામિક કાયદામાં સગીરાના લગ્ન કાયદેસર, કર્ણાટક હાઈકોર્ટે દલીલ ફગાવી, કહ્યું કાનૂનથી ઉપર કાંઈ નહીં


  • Published By :
  • Published Date : 2022-10-31 13:36:09


કર્ણાટક હાઈકોર્ટે આજે મુસ્લિમ  સગીરાના લગ્નને ગેરકાયદે જાહેર કરતો મહત્વનો ચૂકાદો આપ્યો છે. હાઈકોર્ટે ઈસ્લામ ધર્મ પ્રમાણે થયેલા આવા લગ્નને પણ ગેરકાનૂની ગણાવ્યા છે. કર્ણાટક હાઈકોર્ટ તેના ચૂકાદામાં કારણ આપ્યું કે સગીરાના લગ્ન કરાવવા તે  POCSO કાયદાની જોગવાઈઓનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. એક મુસ્લિમ સગીરા સાથે લગ્ન કરનારા યુવકની જામીન અરજીની સુનાવણી દરમિયાન જસ્ટીસ રાજેન્દ્ર વાદામીકરની હાઈકોર્ટ બેંચે આ ચૂકાદો સંભળાવ્યો હતો. હાઈકોર્ટે તે દલીલ પણ સ્વિકારી ન હતી કે સગીરા પ્યૂબર્ટી મેળવી લે  ત્યાર બાદ કે 15 વર્ષની થવા પર તેના લગ્ન કરવા પર બાળ લગ્ન નિષેધની કલમોનું કોઈ ઉલ્લંઘન ગણાશે નહીં. હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું કે કાયદેસર ઉંમર એટલે કે 18 વર્ષ કરતા નાની વયે લગ્ન કરવા તે કાયદાનું સ્પષ્ટ ઉલ્લંઘન માનવામાં આવશે.   


સમગ્ર મામલો શું હતો?


બેંગલુરૂના એક આરોગ્ય  કેન્દ્રમાં તપાસ બાદ એક 17 વર્ષની મુસ્લિમ સગીરા ગર્ભવતી મળી આવી હતી. કેમ કે તે સગીરા હોવાથી આરોગ્ય અધિકારીઓએ કેઆર પુરમ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો હતો. જામીન માટે અરજીકર્તાના વકીલની દલીલ હતી કે ઈસ્લામિક કાયદા પ્રમાણે યોવનમાં પ્રવેશતી કે 15 વર્ષની ઉંમર પાર કરી ચૂકેલી યુવતી સાથે લગ્ન કરવા તે બાળ લગ્ન ન કહીં શકાય. અને કાયદાની કલમ 9 અને 10 હેઠળ કોઈ ગુનો મનાતો નથી. જો કે હાઈકોર્ટે તે દલીલ ફગાવી દીધી હતી.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે