Muthoot Microfinનો IPO આગામી સોમવારે લોન્ચ થશે, કેટલી ચાલી રહી છે GMP?


  • Published By :
  • Published Date : 2023-12-14 16:46:12

દેશની અગ્રણી નોન-બેન્કિગ ફાઈનાન્સ કંપની (NBFC) મુથૂટ માઈક્રોફિન (Muthoot Microfin)નો IPO આગામી સોમવારે લોન્ચ થશે. કંપનીના IPO માટે આગામી 18 ડિસેમ્બરથી 20 ડિસેમ્બર સુધી બોલી લગાવી શકો છો. એન્કર ઈન્વેસ્ટરો એક દિવસ પહેલા એટલે કે 15 ડિસેમ્બરના રોજ બોલી લગાવી શકશે. કંપનીએ 10 રૂપિયાવાળા એક શેરની પ્રાઈઝ બેન્ડ 277 રૂપિયાથી 291 રૂપિયા વચ્ચે નક્કી કરવામાં આવી છે. 


કંપની રૂ.960 કરોડ એકત્રિત કરશે


બ્રિટિશ પ્રાઈવેટ ઈક્વિટી ઈન્વેસ્ટર ગ્રેટર પેસિફિક કેપિટલના સમર્થનવાળી NBFC મુથૂટ ફિનકોર્પે આ IPOથી 960 કરોડ રૂપિયા એકત્રિત કરવાની યોજના બનાવી છે. તેમાંથી 760 કરોડ રૂપિયાનો ફ્રેશ ઈશ્યું છે જ્યારે 200 કરોડ રૂપિયાની ઓફર ફોર સેલ એટલે કે OFS દ્વારા એકત્રિત કરવામાં આવશે. તેમાં વર્તમાન શેર હોલ્ડર તેમનો સ્ટેક વેચશે. 


ક્યારે થશે  IPOનું લિસ્ટિંગ?


કંપની 21 ડિસેમ્બર સુધી સફળ રોકાણકારોના શેરોનું એલોટમેન્ટ કરી શકે છે, જ્યારે 22 ડિસેમ્બર સુધી સફળ રોકાણકારોની ડિમેટ એકાઉન્ટમાં ઈક્વિટી શેર રિફંડ કરી દેવામાં આવશે.  IPO શેડ્યુલ મુજબ  BSE અને  NSE પર કંપની 26 ડિસેમ્બરના રોજ કંપની તેના ઈક્વિટી શેરોનું લિસ્ટિંગ કરાવશે. ઉલ્લેખનિય છે કે 25 ડિસેમ્બરના રોજ ક્રિસમસના કારણે શેર બજારમાં રજા રહેશે.


ગ્રે માર્કેટમાં શું ભાવ ચાલી રહ્યો છે?


મુથૂટ માઈક્રોફિનના IPOને ગ્રે માર્કેટમાં સારો રિસ્પોન્સ મળ્યો છે. ગુરૂવારની સવારે તેના માટે 105 રૂપિયાનું પ્રિમિયમ કોટ કરવામાં આવી રહ્યું છે. જો  IPOની પ્રાઈઝ બેન્ડના અપર લેવલ મતલબ કે 291 રૂપિયાનો ભાવ માનવામાં આવે તો પણ ગ્રે માર્કેટમાં હજુ પણ 396 રૂપિયાનો ભાવ ચાલી રહ્યો છે. મતલબ કે રોકાણકારોને 36.08 ટકા જેટલી કમાણી થઈ શકે છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે