PM મોદીની OBC જાતિ અંગેના વિવાદમાં નરહરિ અમીને પણ ઝંપલાવ્યું, રાહુલ ગાંધીની કાઢી ઝાટકણી


  • Published By :
  • Published Date : 2024-02-08 21:48:09

રાહુલ ગાંધીએ તેમની ભારત જોડો ન્યાય યાત્રાના ભાગરૂપે આજે ઓડિસામાં એક રેલી સંબોધી હતી. આ રેલીમાં રાહુલે  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જાતિ પર સવાલો ઊભા કર્યો હતો. રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે, અન્ય પછાત જાતિ (OBC) સમુદાયના નથી કારણ કે તેમનો જન્મ જનરલ કાસ્ટમાં થયો હતો. રાહુલ ગાંધીના આ નિવેદનથી રાજકારણ ગરમાયું છે. જો કે હવે આ મુદ્દે ગુજરાત પૂર્વ ડેપ્યુટી સીએમ રહી ચુકેલા નરહરિ અમીને પણ ઝંપલાવ્યું છે. તેમણે પીએમ મોદીના સમર્થનમાં એક  ટ્વિટ કર્યું છે.



નરહરિ અમીને શું કહ્યું?


રાજ્ય સભામાં BJPના સાંસદ નરહરિ અમીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ શેર કરતા લખ્યું છે કે "રાહુલ ગાંધી આવા નિવેદનો કરીને OBC સમુદાયનું અપમાન કરી રહ્યા છે." સાંસદ નરહરિ અમીને વધુમાં લખ્યું છે કે, “જ્યારે કોંગ્રેસ સરકારે 25 જુલાઈ 1994ના રોજ કહ્યું હતું કે મોઢ-ઘાંચી ઓબીસીમાં આવે છે, ત્યારે નરેન્દ્ર મોદી ન તો સાંસદ હતા કે ન તો ધારાસભ્ય હતા. મુખ્યમંત્રી તો દૂરની વાત છે. બીજેપી સાંસદ નરહરિ અમીને રાહુલ ગાંધી પાસે માંગ કરી છે કે તેઓ તેમના નિવેદન બદલ ગુજરાતની જનતાની તાત્કાલિક માફી માંગે અને જુઠ્ઠાણું ફેલાવવાનું બંધ કરે. તેમણે કહ્યું, "એક વ્યક્તિ જે પોતાનું ગોત્ર પણ નથી જાણતો તે આજે ગરીબ પરિવાર અને તેલી સમુદાયમાં જન્મેલા વડાપ્રધાનને OBC પ્રમાણપત્ર આપી રહી છે!"



"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે

"પેલેટ ગનથી ઘાયલ થયેલા લોકોનો દિલ્હી સરકાર ઈલાજ કરાવે." આ શબ્દો છે સુપ્રીમ કોર્ટના. આજે CJI સૂર્યકાન્ત , ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચી અને ન્યાયમૂર્તિ વી મોહનાની બેન્ચ દ્વારા ૨૦મી જુલાઈના રોજ પ્રદર્શનકારીઓ પર જે લાઠીચાર્જ થયો તેની પર સુનાવણી હાથ ધરાઈ છે. ૨૦મી જુલાઈના રોજ જયારે પ્રદર્શનકારીઓ દ્વારા સંસદ કૂચ કરવામાં આવી ત્યારે સુરક્ષાદળો દ્વારા ખુબ મોટાપાયે પેલેટગનનો હુમલો કરાયો છે જેમાં , ઘણા પ્રદર્શનકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.