PM મોદીનો ભાવનગરમાં ભવ્ય રોડ શો, ભાષણમાં શહેર સાથેની જુની યાદો વાગોળી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-29 18:20:52

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે ભાજપના સ્ટાર પ્રચારક અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી અભિયાન શરૂ કરી દીધું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. જેમાં સુરત બાદ આજે બપોરે તેઓ ભાવનગર પહોંચ્યા હતા. જ્યાં તેમણે વધુ એક રોડ શો કર્યો હતો. આ બાદ તેમણે 5200 કરોડના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કર્યા અને બાદમાં જનસભાને સંબોધી હતી.


મોદીએ ભાવનગરના લોકોની ક્ષમા માંગી 


ભાવનગરમાં રેલીને સંબોધતા પહેલા પીએમ મોદીએ ભાવનગરના લોકોની ક્ષમા માગી હતી. તેમણે કહ્યું કે હું ભૂતકાળમાં ક્યારેય આટલા બધો મોડો ભાવનગર આવ્યો નથી. લાંબા સમય પછી ભાવનગર આવ્યો હોય એવી આ પહેલી ઘટના છે. ભાવગર આવી ન શક્યો એટલા માટે હું ક્ષમા માગું છું. છતાંય આજે તમે જે આશીર્વાદ વરસાવ્યો છે. પ્રેમ વરસાવ્યો છે તેને હું ક્યારેય નહીં ભૂલી શકું. આજે મારી ભાવનગરની મુલાકાત વિશેષ છે. ભાવનગર પોતાની સ્થાપનાના 300 વર્ષ પૂરા કરવા જઈ રહ્યું છે. 300 વર્ષની પોતાની યાત્રામાં ભાવનગરે સતત વિકાસ કર્યો. સૌરાષ્ટ્રની સાંસ્કૃતિક રાજધાની રહ્યું છે.


ભાવનગરમાં મોદીએ ભાવનગરી ગાંઠીયા યાદ કર્યા         


નરેન્દ્ર મોદીએ તેમના ભાષણમાં ભાવનગરમાં ભાવનગરી ગાંઠિયાને યાદ કર્યા હતા. તમે ભાવનગર આવો અને નરસિંહ બાવાના ગાંઠિયા, દાસના પેંડાના યાદ અને જ્યારે ગાઠિયા યાદ કરું તો મને મારા હરિસિંહ દાદા યાદ આવે. વર્ષો પહેલા હું નાનો કાર્યકર્તા તરીકે મને ગાઠીયા ખાવાનું કોઈએ શીખવાડ્યું હોય તો એ હરીસિંહ દાદાએ શીખવાડ્યું. જ્યારે અમદાવાદ આવે ત્યારે ગાઠીયા લેતા આવે અમે સંઘ કાર્યાલયમાં રહીએ અને અમારી ચિંતા કરે. આજે ભાવનગર આવું, હમણા તો નવરાત્રીનું વ્રત ચાલે એટલે બધુ નકામું. છતાં ભાવનગરના ગાઠીયા દેશ અને દુનિયામાં વખણાય એ મોટી વાત છે.


કોણ હતા હરીસિંહ દાદા?


પ્રધાનમંત્રી મોદીએ ભાવનગરમાં  જનસભાને સંબોધી તે દરમિયાન તેમણે હરિસિંહ દાદા યાદ કર્યા હતા. હવે સ્વાભાવિક રીતે જ પ્રશ્ન થાય કે આ હરિસિંહ દાદા કોણ હતા? હરિસિંહ ગોહિલ ગુજરાત પ્રદેશ જનસંઘના પ્રમુખ હતા, તેઓ રાજકોટના મેયર પણ રહી ચુક્યા છે. તેઓ ગઢુલા ગામના વતની હતા. તે સમયના જનસંઘના કાર્યકરોમાં હરીસિંહ દાદાના હુલામણા નામે ઓળખાતા હતા. તેઓ જનસંઘના કામ માટે અમદાવાદમાં મણિનગર સ્થિત હેડગેવાર ભવન આવતા ત્યારે મોદી સહિતના જનસંઘના કાર્યકરો માટે અચૂકપણે નરસિંહ બાવાના ગાંઠિયા લાવતા. મોદી અને તે સમયના કાર્યકરો સાથે બેસીને હરિસિંહ દાદા ભાવનગરી ગાંઠિયાની મિજબાની માણતા. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે