નર્મદા ડેમ છલોછલ, 23 દરવાજા 9.70 મીટર સુધી ખોલાયા, CMએ કર્યાં નીરના વધામણા, 18 લાખ ક્યૂસેક પાણી છોડાતા જળબંબાકાર


  • Published By :
  • Published Date : 2023-09-17 13:46:35

ગુજરાતની  જીવાદોરી સમાન નર્મદા ડેમના લોકાર્પણને આજે પાંચ વર્ષ પૂર્ણ થયા છે. તે ઉપરાંત નર્મદા ડેમમાં નવા નીરના કારણે તેની જળસપાટીમાં પણ સતત વધારો થયો છે,. સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી સિઝનમાં પ્રથમવાર 138 મીટરને પાર થઈને પ્રથમવાર 138.68 મીટરે નોંધાઈ છે. જે  મહત્તમ સપાટીએ પહોંચી જતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નર્મદા ડેમ પહોંચ્યા હતા અને  વિધિવત રીતે નર્મદા મૈયાનું પૂજા- અર્ચના કરી હતી. ઉલ્લેખનિય છે કે આ ચોમાસુ સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો છે. ડેમ પર ગેટ મુકાયા બાદ 6 વખત સંપૂર્ણ ભરાયો છે. હાલ નર્મદા ડેમમાં 19,26,106 ક્યુસેક પાણીનીઆવક છે, જ્યારે કુલ 18,41,283 ક્યૂસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. મધ્ય પ્રદેશમાં ભારે વરસાદને પગલે નર્મદા નદીમાં નવા નીર આવ્યા છે.  જેને કારણે સીઝનમાં પહેલીવાર નર્મદા ડેમ ભરાયો છે. હાલ ડેમના 23 ગેટ 9.70 મીટર સુધી ખોલાયા છે. ડેમમાંથી પાણી છોડાતાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે અદભૂત નજારો જોવા મળી રહ્યો છે. 


CM ભૂપેન્દ્ર પટેલે નર્મદાના નીરના કર્યા વધામણા


ઉલ્લેખનિય છે કે, રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ દિવસ છે. તે નિમિત્તેર આજે 17 સપ્ટેમ્બરના રોજ આ નર્મદા ડેમનું લોકાર્પણ કર્યું હતું. જેના કારણે પણ  ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક છે. જેને કારણે નર્મદા ડેમને નવવધૂની જેમ સજાવાયો છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે નર્મદા ડેમ પહોંચ્યા હતા અને પૂજા વિઘિ બાદ ડેમની જળસપાટી વધતા તેની અસર નીચે આવતા ગામની સમીક્ષા કરી હતી. 


ડેમમાંથી 18 લાખ ક્યૂસેક પાણી છોડાતા જળબંબાકાર


સરદાર સરોવર ડેમમાંથી 18 લાખ ક્યૂસેક પાણી છોડાતાં નર્મદા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. દાહોદ અને વડોદરાના કરનાલીના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારના લોકોને સાવચેત રહેવા અલર્ટ કરાયા છે. પાણીની આવક વધતા કરજણના પુરા ગામના તમામ લોકોને અન્ય સ્થળે સ્થળાંતર કરાયા. તેમજ આલમપુરા, લીલીપુરા, દિવાબેટ જેવા ગામોના લોકોને અન્ય સ્થળે સ્થળાંતર કરાયા છે. કરજણ ના નર્મદા કાંઠા વિસ્તારના એલર્ટ કરાયેલા ગામો પૈકી કેટલાક ગામોમાંથી 500 થી વધુ લોકોના સ્થળાંતર કરાયા છે. કરજણ SDM આશિષ મિયાત્રા સહિત તંત્ર, કરજણ પી.આઈ.ભરવાડ સહિત ની પોલીસ ટીમ સ્થળાંતર કરાવવાના કામે લાગી છે. નર્મદા ડેમમાં પાણી છોડવાને પગલે કરજણ તાલુકાના નાની સાયર ગામે પાણી ભરાતા બે ત્રણ પરિવાર ફસાયા હોવાની માહિતી મળતા NDRFની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને પાંચ પુરુષ, 10 બાળક બાળક તથા એક મહિલાનો બચાવ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત વડોદરાના નીચાણવાળા 11 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. અહીં ધસમસતો પ્રવાહ વહેતો જોવા મળી રહ્યો છે. એકતા નગર ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુમાં જે સરોવર બનાવવામાં આવ્યું છે, ત્યાં પાણી ફરી વળ્યાં છે, સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુ પણ પાણી ફરી વળ્યાં છે. વડોદરા જિલ્લાના મોટાભાગ કર્મચારીઓ અધિકારીઓ સેન્ટડ બાય કરાયા છે.  



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.