આ દિવસે ઉજવાય છે નર્મદા જયંતી, જાણો નર્મદા નદીના ઉત્પત્તિની ગાથા


  • Published By :
  • Published Date : 2023-01-19 17:38:48

આપણા હિંદુ ધર્મમાં નદીને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. નદીને, ગાયને આપણે માતા માનીએ છીએ. ગંગા, યમુના, સરસ્વતી સહિતની તમામ નદીઓને આપણે ત્યાં પૂજ્ય માનવામાં આવે છે. ત્યારે ભારતમાં નર્મદા જયંતીને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. હિંદુ કેલેન્ડર અનુસાર મહા મહિનાની શુક્લ પક્ષની સપ્તમીના રોજ દેવી નર્મદાની ઉત્પતિ થઈ હતી. 

Origin of the Narmada River - Sadhana Weekly - Gujarati Magazine

ભારતમાં નર્મદા જયંતી પર્વને ખૂબ જ મહત્વનો પર્વ માનવામાં આવે છે. આ દિવસ દરમિયાન નર્મદા નદીની પૂજા કરવામાં આવે છે. નર્મદા નદીના ઉત્પત્તિ કેન્દ્ર એવા અમરકંટકમાં આ દિવસે વિશેષ પૂજા કરવામાં આવે છે. નર્મદા નદીને રેવા નામથી પણ ઓળખવામાં આવે છે. આ વખતે 28 જાન્યુઆરીના રોજ નર્મદા જયંતી આવી રહી છે.  


અમરકંટક પર થાય છે વિશેષ પૂજાનું આયોજન 

હિંદુ ધર્મમાં નદીમાં સ્નાન કરવાને ખૂબ પવિત્ર માનવામાં આવે છે. ગંગામાં સ્નાનનું જેટલું મહત્વ છે તેટલું જ મહત્વ નર્મદા નદીમાં સ્નાન કરવાનું છે. હિંદુ કેલેન્ડર અનુસાર મહા મહિનાની શુક્લ પક્ષની સપ્તમીના રોજ દેવી નર્મદાની ઉત્પતિ થઈ હતી.  આ દિવસે નર્મદા નદીના ઘાટ પર વિશેષ પૂજા કરવામાં આવે છે. ધાર્મિક ગ્રંથોમાં પણ નર્મદા નદીનો ઉલ્લેખ મળતો આવે છે. માર્કન્ડેય મુનિના અનુસાર નર્મદા નદીના કણ કણમાં ભગવાન શિવનો વાસ રહેલો છે. એવું પણ કહેવામાં આવે છે કે ગંગામાં સ્નાન કરવાથી, નર્મદાના દર્શન કરવાથી પાપમાંથી મુક્તિ મળે છે જ્યારે તાપીના  સ્મરણમાત્રથી પાપમાંથી મુક્તિ મળે છે. 


ઉત્પતિની અલગ અલગ મળે છે કથા 

નર્મદા નદીની ઉત્પતિના અલગ અલગ ઉલ્લેખો આપણને  મળે છે. એક પ્રચલિત કથા અનુસાર તપસ્યા કરવા ભગવાન શંકર મૈકલ પર્વત પહોંચ્યા હતા. તપ દરમિયાન તેમના પરસેવાના એક ટિપાથી આ પર્વત પર કુંડ બની ગયો હતો. આ કુંડમાંથી એક દીકરીનો જન્મ થયો. ભોલેનાથના આદેશ અનુસાર આ દીકરીને આપણે નર્મદા નદીના નામે જાણીએ છીએ. નદી રવ એટલે અવાજ કરતી વહેવા લાગી એટલે તેને રેવતી પણ કહેવામાં આવે છે.




ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .