Narmada:કેવડિયામાં મ્યુઝિયમમાં કામ કરતા યુવકોને માર મારતા મોત, Chaitar Vasava અને Mansukh Vasavaએ કહી આ વાત


  • Published By :
  • Published Date : 2024-08-08 17:43:47

નર્મદા જિલ્લામાં કેવડિયા કોલોની નજીક ગરુડેશ્વર ખાતે બનતું આદિવાસી મ્યુઝિયમ વિશ્વ આદિવાસી દિવસના એદ દિવસ પહેલાં  વિવાદમાં આવ્યું છે. મ્યુઝિયમમાં કામ કરતાં 6 શખ્સોએ મોડી રાત્રે બે યુવાનોને એટલા માર્યા કે તેમના મૃત્યુ થઈ ગયા છે. આખી વાત એમ છે કે ગરુડેશ્વર તાલુકાના કેવડિયા ગામે નીચલા ફળિયામાં રહેતો જયેશ તડવી અને ગભાણા ગામે નીચલા ફળિયામાં રહેતા સંજય તડવી બંને ગઇરાત્રે આદિવાસી મ્યુઝિયમમાં ગયા હતાં. આ વખતે બંને ચોરી કરવા માટે આવ્યા છે તેવી શંકા રાખી મ્યુઝિયમમાં કામ કરતાં કર્મચારીઓએ બંનેને પકડી લઈ હાથ બાંધી દીધા અને ઢોરની જેમ માર્યા.

શું હતી સમગ્ર ઘટના?

આ ઘટના બાદ બંનેને સારવાર માટે ગરૂડેશ્વરની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. સારવાર દરમિયાન જયેશ તડવીનું મોત નિપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ ગરૂડેશ્વર પોલીસ તેમજ નાંદોદ અને ડેડિયાપાડાના ધારાસભ્યો પણ હોસ્પિટલ દોડી ગયા અને ત્યાં ચૈતર વસાવા સહિત એમના સમર્થકોએ હોબાળો કર્યો. હકીકતમાં જે બીજો છોકરો હતો સંજય તડવીએ પોલીસ સાથે વાત કરતાં કહ્યું કે  હું અને મારો મૃત મિત્ર જયેશ બંને મ્યુઝિયમની ખુલ્લી જગ્યામાં લોખંડના સળિયા પડયા  હતાં તેના ટુકડા ભંગારમાં વેચીને પૈસા મળશે તેવી લાલચમાં ચોરી કરવાનું વિચારીને ત્યાં ગયા હતા. ત્યારે હુમલાખોરોએ અમને ઝડપી પાડી જાતિ વિષયક શબ્દો ઉચ્ચારી હુમલો કર્યો હતો. 

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કરી ટ્વિટ

હવે સવાલ એ થાય છે કે એ યુવાનો ચોરી કરવા ગયા એ ખોટી વાત છે પણ સામે વાળા વ્યક્તિને આ અધિકાર કોણે આપ્યો કે એ લોકોને આ રીતે મારે કે એ મરી જાય? આ મુદ્દે ભરૂચના સાંસદે પણ ટ્વીટ કરીને કાર્યવાહી કરવાની વાત કરી છે. ઘટનામાં બુધવારે મૃત્યુ પામનાર જયેશભાઈ શનાભાઈ તડવીને કંપની તરફથી 20 લાખ રૂપિયાનું વળતર ચુકવવામાં આવ્યું છે. જ્યારે આજે મૃત્યુ પામનાર સંજયભાઈ ગજેન્દ્રભાઈ તડવીને પહેલાં 5 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. બાકીના 15 લાખ રૂપિયા ચુકવવાની કાર્યવાહી ચાલુ જ છે. 



આ મુદ્દે રાજનીતિ થાય છે કે પછી...

ચૈતર વસાવા અને તેમના સાગરિતો આ ઘટનાને રાજકીય મુદ્દો બનાવે છે, તે ખરેખર ન બનાવવો જોઈએ. આ એક સંવેદનાનો વિષય છે. તેમાં બધાએ સાથે મળીને ભોગ બનનારા વ્યક્તિઓની મદદ માટે આગળ આવવું જોઈએ. અમે લોકો આ ઘટનાને લઈને ખુબ જ દુઃખી છીએ. મૃતકોના પરિવારને ન્યાય મળે તે માટેની કાર્યવાહી પણ ચાલુ જ છે. મૃતકોના આત્મા ને શાંતિ મળે એના માટે સૌ સાથે મળીને પ્રાર્થના કરીએ. તો હવે ખરેખર આ ઘટનામાં કાર્યવાહી થાય છે કે પછી રાજનીતિ એ જોવાનું રહ્યું..  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે