આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીને ખુબ મોટો ઝટકો લાગ્યો છે , આમ આદમી પાર્ટીના અગ્રણી અને અમદાવાદના દિગ્ગજ નેતા ચેતન રાવલે પાર્ટીમાંથી રાજીનામું આપીને રાજકીય વર્તુળોમાં હલચલ મચાવી દીધી છે. અંગત કારણોસર રાજીનામાનો પત્ર તેમણે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવીને મોકલી આપ્યો છે.
ચેતન રાવલ હાલમાં ગોવા AAPના પ્રભારી તરીકેની જવાબદારી નિભાવી રહ્યા હતા. સાથે જ આપમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી રહી ચુક્યા છે. તેમના રાજીનામાથી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. ચેતન રાવલ અગાઉ કોંગ્રેસના નેતા હતા અને તેમણે કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં પ્રવેશ કર્યો હતો. હવે એવી અટકળો ચાલી રહી છે કે, આગામી દિવસોમાં ચેતન રાવલ ફરીથી કોંગ્રેસમાં 'ઘરવાપસી' કરી શકે છે. તેમના આ નિર્ણયથી ગુજરાતના રાજકારણમાં નવા સમીકરણ સર્જાશે.
વાત કરીએ , ચેતન રાવલની રાજકીય કારકિર્દીની તો , ચેતન રાવલ ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી સ્વ. પ્રબોધ રાવલના પુત્ર છે. ચેતન રાવલ અમદાવાદની બે બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે. અમદાવાદના અસારવા અને ખાડિયા બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે. તેઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી અને પ્રવક્તા રહી ચૂક્યા છે. આ સાથે અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ રહી ચૂક્યા છે. અમદાવાદ શહેર કોંગ્રેસના ઇન્ચાર્જ પ્રમુખ પણ રહી ચૂક્યા છે. આમ હવે ચેતન રાવલે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધું છે. તો આ અગાઉ , આમ આદમી પાર્ટીમાંથી કરસનદાસ બાપુએ રાજીનામુ આપી દીધી હતું. થોડાક સમય પેહલા , આમ આદમી પાર્ટીએ અરવિંદ કેજરીવાલની હાજરીમાં સદસ્યતા અભિયાન શરુ કર્યું હતું . જે અંતર્ગત ખુબ મોટાપાયે BJP અને કોંગ્રેસના કાર્યકરો આપમાં જોડાયા હતા.