નેશનલ હેરાલ્ડ કેસમાં EDની મોટી કાર્યવાહી, યંગ ઈન્ડિયાની 751 કરોડની સંપત્તિ જપ્ત, સોનિયા-રાહુલનો 76% હિસ્સો


  • Published By :
  • Published Date : 2023-11-21 19:50:15

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL)ની કરોડો રૂપિયાની સંપત્તિ અસ્થાયી રૂપે જપ્ત કરવાનો આદેશ જારી કર્યો છે. ED દ્વારા મની લોન્ડરિંગ કેસમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. જે અંતર્ગત રૂ. 751.9 કરોડની સંપત્તિઓ જપ્ત કરવામાં આવી છે. મની લોન્ડરિંગ સાથે સંબંધીત કેસમાં કોંગ્રેસ સાથે જોડાયેલા યંગ ઈન્ડિયા વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી છે. આ કંપનીમાં સોનિયા-રાહુલની 76% ભાગીદારી છે.


યંગ ઈન્ડિયાની ઓફિસ સીલ કરી હતી


આ કેસમાં EDએ 3 ઓગસ્ટ 2022ના રોજ દિલ્હીના હેરાલ્ડ બિલ્ડિંગમાં આવેલી યંગ ઈન્ડિયા કંપનીની ઓફિસને સીલ કરી દીધી હતી. 2 અને 3 ઓગસ્ટના રોજ EDની ટીમે દિલ્હી, મુંબઈ અને કોલકાતા સહિત નેશનલ હેરાલ્ડના 16 સ્થળોએ સવારથી મોડી સાંજ સુધી દરોડા પાડ્યા હતા. સોનિયા અને રાહુલની પૂછપરછ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.


સોનિયા અને રાહુલ ગાંધીની કરી હતી પૂછપરછ 


ઉલ્લેખનિય છે કે એજન્સી આ મામલે સોનિયા અને રાહુલ ગાંધીની પૂછપરછ કરી ચૂકી છે. સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ કહ્યું કે જપ્ત કરાયેલી સંપત્તિઓમાં એજીએલની દિલ્હી, મુંબઈ અને લખનૌ સહિત ઘણી જગ્યાએ મિલકતો છે. તેની કુલ કિંમત 661.69 કરોડ રૂપિયા છે. EDએ કહ્યું કે યંગ ઈન્ડિયાની પ્રોપર્ટીની કિંમત 90.21 કરોડ રૂપિયા છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે