ચૂંટણી ટાણે નૌતમ સ્વામીનો બફાટ, 'આંખ મીંચીને ભાજપને મત આપજો’,વીડિયો વાયરલ


  • Published By :
  • Published Date : 2022-11-09 13:17:42

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ તમામ રાજકીયપક્ષોના નેતાઓએ તેમનું પ્રયાર અભિયાન જોરશોરથી શરૂ કર્યું છે. હવે આ નેતાઓની ભીડમાં ધર્મગુરૂઓ પણ જોડાયા છે.  છે. વડતાલ સ્વામિનારાયણ મંદિરના નૌતમ સ્વામીએ આ વખતે હિન્દુઓને આંખ બંધ કરીને ભાજપ માટે વોટ આપવાની અપીલ કરતા હડકંપ મચી ગયો છે. નૌતમ સ્વામીનો આ વીડિયો વાયરલ થતાં વિવાદ સર્જાયો છે.   

નૌતમ સ્વામીએ લોકોને શું અપીલ કરી? 


નૌતમ સ્વામીએ એક કાર્યક્રમમાં સ્પષ્ટપણે હિંદુઓને હિંદુવાદી પાર્ટીને જ મત આપવાની અપીલ કરી હતી. નૌતમ સ્વામીનો ઈશારો સ્પષ્ટપણે ભાજપ તરફ હતો. તેમણે ભાજપના વિવિધ ધાર્મીક એજન્ડાની પ્રશંસા કરી હતી. તેમણે જાહેJમાં કહ્યું હતું કે, "ભાજપના રાજના કારણે હિન્દુઓ આજે ગર્વથી મસ્તક ઊંચું રાખીને ફરી શકે છે. કાશી વિશ્વનાથનું મંદિર 500 ફૂટમાં હતું. 5 લાખ સ્ક્વેર ફૂટનું કરવાનું કામ વિક્રમાદિત્ય અને રાજા રણજિતસિંહ પછી કોઇએ કર્યું હોય તો તે માનનીય નરેન્દ્રભાઇએ કર્યુ છે. કેદારનાથનું ક્ષતિગ્રસ્ત થયેલું મંદિર એનો અબજો રુપિયાનો પ્લાન કોઇ હેરીડીટરી( વંશાનુગત)માં જન્મેલો રાજા ન કરી શકે તેવું કામ નરેન્દ્ર મોદીએ કર્યું છે. સોમનાથનો વિકાસ હોય, અંબાજીનો વિકાસ હોય, ગીરનારનો વિકાસ હોય પાલિતાણાનો વિકાસ હોય, ડાકોરજીનો વિકાસ હોય કે શ્રી દ્વારિકાજીનો વિકાસ હોય શ્રી રામજન્મભૂમિ પરનું ભગવાન શ્રી રામનું મંદિર હોય, આ બધા પવિત્ર કામો નરેન્દ્રભાઇના હાથે થઇ રહ્યા છે. આવનારી શતાબ્દીએ હિંદુઓની શતાબ્દી છે એટલે યાદ રાખીને જેટલા હિંદુ હોય એમને મારી અપીલ છે કે ભારતીય જનતા પાર્ટીને આંખ મીચીને મત આપવો નાના મોટા સ્વાર્થ ભૂલવા, મને મળ્યું ન મળ્યું એ ભૂલવું રસ્તો બન્યો ન બન્યો, લાઇટ ગઇ આવી એમાં ન પડવું. પડવું તો એ માત્ર હિંદુત્વના માર્ગે પડવું. હું તેમને આવી ખાસ અપીલ કરું છું."


હાર્દિક પટેલને હિંદુવાદી પાર્ટીમાં જોડાવાની સલાહ આપી હતી


નૌતમ સ્વામી વડતાલ સ્વામિનારાયણ મંદિરના સંત છે, તેઓ વડતાલધામના શ્રી સત્સંગ મહાસભાના પ્રમુખ અને શ્રી અખિલ ભારતીય સંત સમિતિ-ગુજરાતના પણ અધ્યક્ષ છે. આ પહેલા પણ તેઓ હિંદુવાદી પાર્ટીની પ્રસંશા કરી ચુક્યા છે. તેમણે હાર્દિક પટેલને પણ હિંદુવાદી પાર્ટીમાં જોડાવાની સલાહ આપી હતી. વિરમગામમાં હાર્દિક પટેલના પિતાના કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા નૌતમ સ્વામીએ હાર્દિક પટેલને સલાહ આપતા કહ્યુ હતું કે, હાર્દિક પટેલે હિંદુવાદી પાર્ટીમાં જોડાવવું જોઇએ. એટલું જ નહિં તેમણે એવું પણ કહ્યુ કે, ભારતીય અને હિન્દુ સંસ્કૃતિને આવા યુવાનોની જરૂર છે. જે હિન્દુ હિતની વાત કરશે તે દેશ પર રાજ કરશે. આ ઉપરાંત તેમણે એવું પણ કહ્યુ કે, 370 કલમ હટાવી, રામ મંદિર બનાવ્યું તે જ પાર્ટી હિંદુવાદી પાર્ટી કહેવાય.                                                                                                                                                                                                                 




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.