મા નવદુર્ગાની આરાધનના પર્વ નવરાત્રીના પ્રથમ દિવસે પાવાગઢ, અંબાજી, બહુચરાજી અને ચોટીલામાં ઉમટ્યું શ્રધ્ધાળુંઓનું ઘોડાપૂર


  • Published By :
  • Published Date : 2023-10-15 11:15:33

મા નવદુર્ગાની આરાધનના પર્વ નવરાત્રીના તહેવારનો આજથી એટલે કે તા.15થી શરૂ થઈ રહ્યો છે. નવરાત્રીના નવ દિવસ માતાજીને અવનવા શણગાર અને મંદિરોને રોશનીથી સજાવવામાં આવ્યા છે. નવરાત્રી નિમિત્તે રાજ્યના વિવિધ શક્તિ ઉપાસનાના કેન્દ્ર એવા વિવિધ તીર્થ સ્થાનોને સુંદર રીતે સજાવવામાં આવી રહ્યા છે. આ દિવસે મા આધ્યશક્તિની પૂજા અને દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. અંબાજી,  પાવાગઢ, બહુચરાજી અને સૌરાષ્ટ્રના રાજકોટમા આશાપુરા, મધ્યગીરમાં કનકાઈ, ખોડલધામ, ચોટીલા ચામુંડા માતાજી, વાંકાનેર પાસે માટેલ ધામ, દ્વારકા-પોરબંદર વચ્ચે હર્ષદ માતાજી, દ્વારકામાં ભદ્રકાલી માતાજી, ગોંડલ ભુવનેશ્વર માતાજીના મંદિરે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓનો જમાવડો જોવા મળી રહ્યો છે.  


પાવાગઢમાં મહાકાળીના દર્શન માટે ઉમટ્યો માનવ મહેરામણ


નવરાત્રીમાં રાજ્ય સહિત સમગ્ર દેશ અને દુનિયામાંથી મહાકાળીના યાત્રાધામ પાવાગઢ ખાતે લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. આશો નવરાત્રીના પ્રથમ નોરતે પાવાગઢ ખાતે અંદાજીત 2 લાખ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે. નવરાત્રીના પ્રથમ દિવસે પાવાગઢના માંચીથી જ ભક્તોનો ઘસારો જોવા મળી રહ્યો છે. મંદિર પરિસર સહિત પગથીયાં સુધી જાણે હૈયેથી હૈયું દળાતું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ માતાજીના દર્શન માટે લાંબી કતારો પણ જોવા મળી રહી છે. દૂર દૂરથી આવેલા ભક્તો પણ મહાકાળી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. નવરાત્રી દરમિયાન વહેલી સવારથી માતાજીના મંદિરના દ્વાર ખોલી મોડી રાત્રી સુધી દર્શન માટે મંદિર ખુલ્લું રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. નવરાત્રીના પ્રથમ દિવસથી જ દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. એકમ, આઠમ અને પૂનમના દિવસે સવારે 4.00 કલાકે મંદિરના કપાટ દર્શન માટે ખુલશે તો બાકીના દિવસો માં સવારે 5.00 કલાકે દર્શન માટે મંદિરના કપાટ ખોલવામાં આવનાર છે. તમામ દિવસોએ રાત્રે 9.00 કલાકે મંદિરના દ્વાર બંધ કરવામાં આવશે. 


અમદાવાદના ભદ્રકાળી મંદિરે વહેલી સવારથી જ કતારો


નવરાત્રીના પ્રથમ નોરતે માતાજીના મંદિરોમાં ભક્તોની ભીડ જામી છે. અમદાવાદના ભદ્રકાળી માતાજીના મંદિરે ભક્તોની લાંબી કતરા લાગી છે. વહેલી સવારથી જ ભક્તોની લાગી લાંબી કતાર લાગી છે. મહાકાળીના નાદ સાથે મંદિર પરિસર ગુંજી રહ્યું છે. ભક્તો માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે