ખેલૈયાઓ માટે સારા સમાચાર, અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં વાઈબ્રન્ટ નવરાત્રીની તડામાર તૈયારીઓ શરૂ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-18 14:17:18

રાજ્યમાં કોરોનાના કહેર બાદ 2 વર્ષે ધામધૂમથી નવરાત્રી યોજાવા જઈ રહી છે. આ વર્ષે તારીખ 26 સપ્ટેમ્બર (આસો સુદ એકમના રોજ સોમવાર)થી નવરાત્રીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. જેને લઈને ગરબા રસિકોમાં એક પ્રકારનો થનગનાટ જોવા મળી રહ્યો છે. નવરાત્રીમાં દાંડિયા-રાસ અને ગરબાના શોખિન અમદાવાદના ખેલૈયાઓ માટે ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકાર અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં પણ ગરબાનું ભવ્ય આયોજન કરશે. વહીવટી તંત્ર દ્વારા  GMDC ગ્રાઉન્ડમાં તૈયારી શરૂ કરવામાં આવી છે. ગ્રાઉન્ડમાં સ્ટેજ અને ડોમ બનાવવાનું શરૂ કરાયું છે.


GMDC ગ્રાઉન્ડમાં ગરબે ઘૂમશે અમદાવાદીઓ


સરકાર વહીવટી તંત્ર દ્વારા વાયબ્રન્ટ નવરાત્રીને લઈને તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. વાઈબ્રન્ટ નવરાત્રીમાં તમામને એન્ટ્રી ફ્રી આપવામાં આવશે. 26 સપ્ટેમ્બરથી અમદાવાદીઓ GMDC ગ્રાઉન્ડમાં ગરબે ઘૂમશે. આ માટે વહીવટી તંત્રએ અત્યારથી જ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. GMDC ગ્રાઉન્ડમાં સ્ટેજ અને ડોમ બનાવવાનું શરૂ કરાયું છે. 



શક્તિની ઉપાસનાના પર્વ નવરાત્રીનું શું છે મહત્વ?


આસો માસના શુક્લ પક્ષની પહેલી તિથિથી મનાવાતો નવરાત્રીનો તહેવાર સનાતન યુગથી જ મનાવવામાં આવી રહ્યો છે. એવી માન્યતા છે કે સૌથી પહેલા ભગવાન રામે નવરાત્રીની શરૂઆત કરી હતી. સમુદ્ર કિનારે શક્તિની ઉપાસના કર્યા બાદ જ ભગવાન રામે લંકા પર આક્રમણ કર્યું હતું. બાદમાં તેમણે રાવણનો વધ કરી જીત પણ મેળવી. એટલા માટે નવરાત્રીના નવ દિવસ સુધી માં અંબેની પૂજા કર્યા બાદ દસમા દિવસે દશેરાનો પર્વ મનાવવામાં આવે છે. આને અધર્મ પર ધર્મનો અને અસત્ય પર સત્યના વિજય તરીકે પણ મનાવવામાં આવે છે.




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે