નવરાત્રીમાં 12 વાગ્યા સુધી બોલાશે ગરબાની રમઝટ, સરકારે આપી લાઉડસ્પીકરની મંજૂરી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-22 19:08:39

આદ્યશક્તિનાં આરાધનાના પર્વ નવરાત્રીનો આગામી તા. 26 સપ્ટેમ્બરથી પ્રારંભ થઇ રહ્યો છે. કોરોનાકાળમાં બે વર્ષ સુધી નવરાત્રીની ઉજવણી બંધ રહી હોવાથી ખેલૈયાઓ નિરાશ હતા. જો કે આ વર્ષે રોગચાળા કે અન્ય કોઈ પ્રકારની  ચિંતા ન હોવાથી રાસ-ગરબાના શોખિન ખૈલૈયાઓ નવરાત્રીમાં મનમૂકીને રમવા માંગે છે. રાજ્ય સરકાર પણ ખેલૈયાઓની મરજી જાણતી હોય તેમ  નવરાત્રીમાં 9 દિવસ સુધી રાત્રે 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડવાની મંજૂરી આપી છે.


હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને આપી જાણકારી


નવરાત્રીના 9 દિવસ માટે લાઉડ સ્પીકર વગાડવાની છૂટછાટ આપવામાં આવી છે. નવરાત્રીમાં પ્રજાજનોના ઉમંગ ,ઉત્સાહ અને આસ્થા સાથે 9 દિવસ સુધી રાત્રીના 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર પબ્લિક એડ્રેસ સિસ્ટમ લગાડવાની પરવાનગી આપવામાં આવી છે.  ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને જાણકારી આપી હતી. નવરાત્રીની આતુરતાથી રાહ જોઈ રહેલા અને તેની ધામધૂમથી ઉજવણી કરવા ઉત્સુક ખેલૈયાઓ માટે આં ખુશીના સમાચાર છે. ગુજરાત સરકારે દર નવરાત્રીની જેમ આ વખતે પણ  લાઉડ સ્પીકર માટે  રાત્રે 12 વાગ્યા સુધીની પરમીશન આપતા હવે ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે.


રાજકોટ શહેર પોલીસ કમિશનરના જાહેરનામાથી અસમંજસ


અત્રે ઉલ્લેખનિય છે કે, ગઈકાલે રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે પરિપત્ર બહાર પાડ્યો હતો. આ પરિપત્ર મુજબ રાજકોટ શહેરમાં નવરાત્રી દરમિયાન રાત્રે 10 વાગ્યા સુધી જ લાઉડ સ્પિકર ચાલુ રાખી શકાશે. રાજકોટ પોલીસ કમિશનરના આ પરિપત્રથી રાજકોટમાં ખેલૈયાઓ અને આયોજકોમાં નારાજગી ઉભી થઇ હતી જે બાદ રાજકોટ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે આ અંગેનું જાહેરનામું બહાર પાડ્યું હતું જેમાં જણાવ્યું હતું કે, રાત્રે 12 વાગ્યા સુધી લાઉડસ્પીકર પર ગરબે રમી શકાશે. ત્યારે આજે હવે રાજ્યના ગૃહમંત્રીએ ટ્વિટ કરીને જણાવ્યું કે, નવરાત્રિમાં હવે રાત્રે 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડી શકાશે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે