Navsari : વાંસદામાં મળેલી હાર બાદ છલકાયું પૂર્વ કેબિનેટ મંત્રી Naresh Patelનું દર્દ, કહ્યું Congress નહીં પરંતુ..


  • Published By :
  • Published Date : 2023-12-09 17:47:33

ભાજપને શિસ્તવાળી પાર્ટી માનવામાં આવે છે. ભાજપના નેતાઓ એક પ્રોટોકોલને ફોલો કરે છે તે આપણે જાણીએ છીએ. પરંતુ છેલ્લા ઘણા સમયથી ભાજપમાં ચાલતા આંતરિક ડખા સામે આવી રહ્યા છે. આંતરિક ડખા એટલી હદે વધી રહ્યા છે કે નેતાઓ જાહેર સભામાં પોતાની વ્યથા ઠાલવી રહ્યા છે. આપણી સામે અનેક એવા કિસ્સાઓ છે જેમાં પાર્ટીના નેતાઓ પોતાના જ પાર્ટીથી નારાજ ચાલતા હોય તેવું દેખાઈ આવે છે. ત્યારે ભાજપના ગણદેવીના ધારાસભ્ચ અને પૂર્વ કેબિનેટ મંત્રી નરેશ પટેલે સ્નેહમિલન કાર્યક્રમમાં પોતાની વ્યથા ઠાલવી હતી.


સ્નેહ મિલન કાર્યક્રમમાં મંત્રીએ ઠાલવી વેદના!

ભાજપના નેતા અને પૂર્વ કેબિનેટ મંત્રીએ સ્નેહમિલન કાર્યક્રમમાં પોતાની વ્યથા ઠાલવી હતી. ગણદેવીના ધારાસભ્ય અને પૂર્વ કેબીનેટ મંત્રી નરેશ પટેલે કહ્યું કે “કોંગ્રેસનો કોઈ ડર નથી, આપણા જ આપણને નડે છે, આ લોકોને સમયે હું ઓળખી ન શકયો તેનો અફસોસ છે.”જ્યારે આ નિવેદન તેમણે આપ્યું ત્યારે ત્યાં નાણા અને ઉર્જા મંત્રી કનુ દેસાઈ પણ હાજર હતા. લોકસભા ચૂંટણીમાં વાંસદામાંથી 30 થી 75 હજાર મતોની લીડ અપાવવા હાંકલ કરી હતી. મહત્વનું છે કે અનેક નેતાઓએ પોતાની વ્યથા ઠાલવી છે ત્યારે આજે નરેશ પટેલે પણ કહી દીધું કે આપણાં જ આપણને નડે છે!                



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે