Navsari : TET-TAT ઉમેદવારોના સમર્થનમાં આવ્યા MLA Anant Patel, નવસારીમાં ઉમેદવારો સાથે કાઢી રેલી


  • Published By :
  • Published Date : 2023-09-26 14:55:59

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી પોતાની માગ સાથે એટલે કે શિક્ષકોની કાયમી ભરતી થાય તે માટે ટેટ-ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. અલગ અલગ રીતે પોતાની વાત સરકાર સુધી પહોંચાડવાનો તેમણે પ્રયત્નો કર્યા પરંતુ તેમની માગ સ્વીકારવામાં આવી નહીં. મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી, સાધુ સંતોને પત્ર લખી રજૂઆત કરી તો પણ તેમની માગ સ્વીકારાઈ ન હતી. ભગવાનના શરણે પણ ટેટ ટાટ પાસ ઉમેદવારો પહોંચ્યા હતા. ત્યારે ઉમેદવારોને કોંગ્રેસના ધારાસભ્યોનો સાથ મળી રહ્યો છે. ગાંધીનગરમાં વિરોધ કરતા જ્ઞાનસહાયકના ઉમેદવારો આજે ગુજરાતના નવસારી પહોંચ્યા છે. તેમની સાથે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પણ ઉપસ્થિત છે. અનંત પટેલ દ્વારા પહેલા વાંસદા અને ચીખલી બાદ આજે નવસારીમાં આ રેલી કાઢવામાં આવી, રેલી નવસારીના સર્કિટ હાઉસથી નવસારી કલેકટર કચેરી પહોંચી હતી.

 

અનંત પટેલે ઉમેદવારોના સમર્થનમાં કાઢી રેલી 

બાળકના જીવનમાં શિક્ષક મહત્વની ભૂમિકા ભજવે છે. ઘર જેટલો સમય બાળક સ્કૂલમાં વિતાવતો હોય છે. આપણે ત્યાં ગુરૂને ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે. ત્યારે ગુજરાતમાં ભાવિ શિક્ષકો એટલે ટેટ-ટાટ પાસ ઉમેદવારો છેલ્લા કેટલાય સમયથી આંદોલન કરી જ્ઞાનસહાયકને નાબુદ કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. કરાર આધારિત ભરતી નાબુદ કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. અનેક વખત સરકાર સુધી પોતાની વાત પહોંચાડવા ઉમેદવારોએ પ્રયત્ન કર્યો છે પરંતુ તેમની માગ સ્વીકારાઈ નથી. ત્યારે હવે આ વિરોધ નવસારી પહોંચ્યો છે. ગાંધીનગરમાં વિરોધ કરતા જ્ઞાનસહાયકના ઉમેદવારો આજે ગુજરાતના નવસારી પહોંચ્યા છે. અનેક વખત ધારાસભ્યોએ જ્ઞાનસહાયકને રદ્દ કરવા માટે રજૂઆત કરી હતી. અલગ અલગ રાજકીય પાર્ટીના ધારાસભ્યો ઉમેદવારોના સમર્થનમાં આવ્યા હતા ત્યારે આજે ઉમેદવારોના સમર્થનમાં વાંસદાના ધારાસભ્યએ રેલી કાઢી હતી. અનંત પટેલ દ્વારા પહેલા વાંસદા અને ચીખલી બાદ આજે નવસારીમાં આ રેલી કાઢવામાં આવી, નવસારીના સર્કિટ હાઉસથી શરૂ થયેલી રેલી નવસારી કલેકટર કચેરી પહોંચી હતી.  



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.