NCP પ્રમુખ શરદ પવારની તબિયત લથડી, મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં કરાયા દાખલ


  • Published By :
  • Published Date : 2022-10-31 15:23:26


મહારાષ્ટ્રના દિગ્ગજ મરાઠા નેતા અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારની તબિયત લથડી છે. તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે તેમને આ સપ્તાહમાં જ રજા આપી દેવામાં આવશે. તેઓ તેમના નિયમિત કાર્યક્રમ પ્રમાણે નવેમ્બરમાં યોજાનારા પાર્ટીના કાર્યક્રમોમાં પણ સામેલ થશે, તે ઉપરાંત તે ભારત જોડો યાત્રામાં પણ જોડાય તેવું માનવામાં આવી રહ્યું છે.


શરદ પવારને નાદુરસ્ત તબિયતના પગલે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પાર્ટી સુત્રોના જણાવ્યા પ્રમાણે તેમને 2 નવેમ્બરના દિવસે રજા આપી દેવામાં આવશે, તે સાથે જે આ મરાઠા નેતા 4-5 નવેમ્બરના દિવસે યોજાનારા કેમ્પમાં પણ ઉપસ્થિત રહેશે. સૌથી મહત્વની બાબત એ છે કે 81 વર્ષિય આ નેતા આજે પણ રાજનિતીમાં ખુબ જ સક્રિય છે. 


રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં જોડાશે પવાર 


કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ નાના પટોલેના જણાવ્યા પ્રમાણે શરદ પવાર રાહુલ ગાંધીની આગેવાનીમાં ચાલી રહેલી ભારત જોડો યાત્રા 8 નવેમ્બરે મહારાષ્ટ્રમાં એન્ટ્રી કરશે, મળતા સમાચાર મુજબ નાંદેડના માર્ગે યાત્રા મહારાષ્ટ્રમાં પ્રવેશ છે. પટોલેના જણાવ્યા પ્રમાણે શરદ પવારે યાત્રામાં જોડાવાનું નિમંત્રણ સ્વિકારી લીધું છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે