બ્રેકિંગ: PM મોદીના જુનાગઢ પ્રવાસ પહેલા NCP નેતા રેશ્મા પટેલની અટકાયત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-19 12:18:27

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે વિરોધ પક્ષના નેતાઓ પર ધોંસ વધી રહી છે. NCP મહિલા પ્રમુખ રેશ્મા પટેલની પોલીસે અટકાયત કરતા રાજકારણ ગરમાયું છે. પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે PM મોદી જુનાગઢમાં સભા સંબોધવાના છે. તેમના કાર્યક્રમમાં કોઈ વિઘ્ન ન આવે તે માટે સાવચેતીના ભાગરૂપે રેશ્મા પટેલની પોલીસે અટકાયત કરાઈ છે. 


રેશ્મા પટેલ નજર કેદ હેઠળ


પોલીસે આજે સવારે રેશ્મા પટેલની અટકાયત કરવામાં આવી છે. હાલ રેશ્મા પટેલને જુનાગઢના એક પોલીસ સ્ટેશનમાં નજરકેદ હેઠળ રાખવામાં આવ્યા છે. જુનાગઢમાં પીએમ મોદી સામે વિરોધ પ્રદર્શનો થશે તેવા IB રિપોર્ટના આધારે રેશ્મા પટેલની અટકાયત કરવામાં આવી છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે