NDTVના શેરએ એક વર્ષમાં આપ્યું 450% જેટલું બમ્પર રિટર્ન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-26 18:53:55

અદાણી ગ્રુપે NDTV (ન્યૂ દિલ્લી ટેલિવિઝન લિમિટેડ) પર મોટો દાવ લગાવ્યો છે. અદાણી ગ્રુપ NDTVને ખરીદવા માંગે છે તે સમાચાર બહાર આવ્યા ત્યાર બાદ આ કંપનીના શેરમાં આગઝરતી તેજી જોવા મળી રહી છે. છેલ્લા ત્રણ દિવસથી NDTVના શેરમાં સતત અપર સર્કિટ લાગી રહી છે. આ સમયગાળામાં NDTVના શેરોમાં 68 ટકા જેટલો ઉછાળો આવ્યો છે. ગત એક વર્ષમાં NDTVના શેરોએ રોકાણકારોને તગડું રિટર્ન આપ્યું છે. એક વર્ષમાં NDTVના શેર લગભગ  450 ટકા જેટલા ચઢ્યા છે.  


1 વર્ષમાં 1 લાખના બન્યા 5.85 લાખ રૂપિયા


NDTVના શેરનો ભાવ 17 સપ્ટેમ્બર 2021ના દિવસે BSE પર 72.45 રૂપિયાના સ્તર પર હતો. આ જ શેર 26 ઓગસ્ટ 2022ના દિવસે 5 ટકાના અપર સર્કિટ સાથે 423.85 રૂપિયાના સ્તર પર હતો. જો કોઈ વ્યક્તિએ 17 સપ્ટેમ્બર 2021ના દિવસે NDTVના શેરમાં એક લાખ લગાવ્યા હોત તો આ જે  તેનું ઈન્વેસ્ટમેન્ટ  5.85 લાખ રૂપિયા જેટલું થયું હોત.


અઢી વર્ષમાં 1500 ટકાથી પણ વધુ રિટર્ન 


NDTVના શેરએ છેલ્લા કેટલાક વર્ષોમાં જબરદસ્ત રિટર્ન આપ્યું છે. છેલ્લા અઢી વર્ષમાં કંપનીના શેરે 1500 ટકાથી પણ વધુનું રિટર્ન આપ્યું છે. NDTVના શેર 20 માર્ચ 2020ના દિવસે BSEમાં 21.95 રૂપિયાના સ્તરે હતો. જે 26 ઓગસ્ટ 2022ના દિવસે 423.85 રૂપિયાના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. આ અઢી વર્ષમાં NDTVના શેરો પરનું એક લાખનું રોકાણ વધીને 19.30 લાખ રૂપિયા થઈ ગયું છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે