અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં બે ઇઝરાયેલી કર્મચારીઓની ગોળી મારી હત્યા!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-05-22 15:11:04

અમેરિકામાં થોડાક સમય પેહલા જ , ઇઝરાયેલી એમ્બેસીના બે સ્ટાફ પર જીવલેણ હુમલો થયો છે. આ હુમલો વોશિંગટન ડીસીમાં જે જ્યુઈશ મ્યુઝિયમ આવેલું છે તેની નજીક આ હુમલો કરવામાં આવ્યો છે. આ બાબતે ત્યાંના મેટ્રોપોલિટન પોલીસ ડિપાર્ટમેન્ટએ એક સસ્પેક્ટને કસ્ટડીમાં લીધો છે. પ્રાથમિક માહિતી એ સામે આવી છે કે આ હિંસક હુમલો ઈલિયાસ રોડ્રિગુએઝ દ્વારા કરવામાં આવ્યો છે. જયારે પોલીસે તેની ધરપકડ કરી ત્યારે તેણે "ફ્રી પેલેસ્ટાઇન ફ્રી પેલેસ્ટાઇન" નામની બૂમો પાડી હતી. 

અમેરિકાની રાજધાની વોશિંગટન ડીસીમાં ઇઝરાયેલી એમ્બેસીના બે સ્ટાફ પર જ્યુઈશ મ્યુઝિયમની નજીક જીવલેણ હુમલો થયો છે . આ હુમલો ભારતીય સમય પ્રમાણે ગુરુવારે વેહલી સવારના રોજ સાડા છ વાગ્યાની આસપાસ થયો છે . આ બાબતે ઈલિયાસ રોડ્રિગુએઝ નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જયારે ધરપકડ કરી ત્યારે તેણે "ફ્રી પેલેસ્ટાઇન ફ્રી પેલેસ્ટાઇન" નામના નારા લગાવ્યા હતા . આ પછી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર આ હુમલાને વખોડતા પોસ્ટ કરી હતી જેમાં તેમણે લખ્યું છે , " આ હુમલો એંટીસેમિટિઝમની ભાવનાને આધારિત છે અને તેનો હાલમાં જ અંત થવો જોઈએ. ઘૃણા અને કટ્ટરવાદની અમેરિકામાં કોઈ જ જગ્યા નથી . હુમલાંમાં પીડિત પરિવારોને સંવેદના પાઠવું છું . " વાત કરીએ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની તો તેમણે બે ઇઝરાયેલી સ્ટાફના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. 

વોશિંગટન ડીસીમાં આ જે હુમલો થયો છે , તે જ્યુઈશ મ્યુઝિયમની બહાર થયો છે ત્યાં એક સામાજિક કાર્યક્રમનું આયોજન થયેલું હતું. આ હુમલામાં જે બે વ્યક્તિના મૃત્યુ થયા છે તેમાં એક પુરુષ અને મહિલાનો સમાવેશ થાય છે. અહીં એક શબ્દ જે છે "એંટીસેમિટિઝમ" તેનો અર્થ એ થાય છે કે , યહૂદી વિરોધીવાદ અથવા તો યહૂદી દ્વેષ કહેવામાં આવે છે. યહૂદી વિરોધીવાદ એ એક વિચારધારા પર આધારિત છે. વાત કરીએ ભારતની તો ભારતે સમગ્ર વિશ્વમાં આતંકવાદની એક ચોક્કસ પરિભાષા નક્કી કરવાની માંગણી કરી છે. પરંતુ પશ્ચિમી દેશો આ બાબતે સહેમત નથી થઈ રહ્યા . થોડાક સમય પેહલા જ ડોનાલ્ડ ટ્રમ્પનું આતંકવાદ બાબતે બેવડું વલણ બહાર આવ્યું હતું . તેમણે સીરિયાના નવા શાસક અહેમદ અલ શરા સાથે સાઉદી અરેબિયામાં મુલાકાત કરી હતી જેની પર એક સમયે અમેરિકાએ ખુબ મોટું ઇનામ રાખ્યું હતું સાથે જ તે અલ કાયદા સાથે જોડાયેલો પણ હતો . આજ અલ કાયદાએ અમેરિકા પર 9 / ૧૧નો હુમલો કરાવડાવ્યો હતો . 



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.