World Athletics Championshipsમાં Neeraj Chopraએ મેળવ્યો ગોલ્ડ મેડલ, ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય બન્યા


  • Published By :
  • Published Date : 2023-08-28 09:22:48

નીરજ ચોપરાએ ફરી એક વખત ઈતિહાસ રચ્યો છે. રવિવારનો દિવસ ભારત માટે સુર્વણ દિવસ તરીકે યાદગાર રહેશે કારણ કે નીરજ ચોપરાએ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતના ગોલ્ડન બોય નીરજ ચોપરાએ વધુ એક સુર્વણ પદક પોતાના નામે કરી દીધો છે. વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય નીરજ ચોપરા બની ગયા છે. જેવેલિન થ્રો ઈવેન્ટમાં 88.17 મીટરનો થ્રો કરી ભારતમાં ઈતિહાસ રચ્યો છે.   

વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં નીરજ ચોપરાએ રચ્યો ઈતિહાસ  

27 ઓગસ્ટ 2023 હંગેરીમાં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ યોજાઈ હતી અને દરેક ભારતીયની નજર નરજ ચોપરા પર હતી. કારણ કે ગઈકાલે મેન્સ જેવલિન થ્રો ફાઈનલ યોજાઈ હતી અને ફાઈનલ સુધી ગોલ્ડન બોય નિરજ ચોપરા પહોંચ્યા હતા. ફાઈનલ થ્રોમાં ખેલાડીઓ વચ્ચે ટસલ જામી હતી. પરંતુ અંતે ભારતના ગોલ્ડન બોય ગણાતા નીરજ ચોપરાએ પોતાનું નામ ઈતિહાસમાં દર્જ કરાવી દીધું છે. મહત્વનું છે કે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપનો એક પણ ગોલ્ડ મેડલ ભારત પાસે નહોતો. ત્યારે ભારત માટે ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપરા પ્રથમ ભારતીય બન્યા છે. ભારત માટે તેમણે ગોલ્ડ મેડલ જીત્યો છે.    

પીએમ મોદીએ પાઠવી શુભકામના

મહત્વનું છે 2016માં નીરજે જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતીને ઈતિહાસ રચ્યો હતો. ત્યારબાદ એથ્લેટિક્સમાં આવું કરનાર તે પ્રથમ ભારતીય બન્યા છે. 7 વર્ષ પછી નીરજે ફરી એક વખત ભારતનું નામ રોશન કર્યું છે. વરિષ્ઠ સ્તરે પણ વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતનાર પ્રથમ ભારતીય એથ્લેટ બન્યા છે. નીરજ ચોપરાની સિદ્ધિને પીએમ મોદીએ બીરદાવી છે. 

 Neeraj Chopra World Champion:વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2023ના (World Athletics Championship 2023) છેલ્લા દિવસે એટલે કે 27મી ઓગસ્ટે બધાની નજર ભારતના ગોલ્ડન બોય નીરજ ચોપરા પર હતી. મેન્સ જેવલિન થ્રો ફાઇનલ થ્રોમાં ખેલાડીઓ વચ્ચે આરપારની જંગ જોવા મળી હતી. આ ફાઈનલ પહેલા ભારત પાસે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપનો એક પણ ગોલ્ડ મેડલ નહોતો. નીરજ ચોપરાએ ઈતિહાસ રચ્યો અને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પણ ભારતને ગૌરવ અપાવ્યું. નોંધનીય છે કે, હરિયાણાના એક ગામથી પોતાનું વજન ઘટાડવા માટે રમત રમવાની શરૂઆત કરનાર નીરજ ચોપરાની સફર એટલી ભવ્ય રહ્યી છે કે, તે દરેક સમયે જીતની નવી ગાથા લખતો રહ્યો. પગલું. બે વર્ષ પહેલા ટોક્યોમાં તેણે ઓલિમ્પિક ટ્રેક એન્ડ ફિલ્ડ ઈવેન્ટમાં ભારતને પહેલો ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. તે સમયે, તે માત્ર 23 વર્ષનો હતો અને મહાન શૂટર અભિનવ બિન્દ્રા પછી ઓલિમ્પિકમાં વ્યક્તિગત ઇવેન્ટમાં ગોલ્ડ જીતનાર બીજા ભારતીય બન્યા હતા.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે