રાજ્યમાં નવા શૈક્ષણિક વર્ષેથી વિદ્યાર્થીઓને ગુજરાત એસ.ટીનો પાસ ઓનલાઇન મળશે, ઈ-પાસની સિસ્ટમ અંગે મંત્રી હર્ષ સંઘવીએ આપી જાણકારી


  • Published By :
  • Published Date : 2023-06-08 20:32:00

રાજ્ય સરકારે શાળા-કોલેજમાં અભ્યાસ કરવા માટે માટે અપડાઉન કરતા ગામડાના વિદ્યાર્થીઓના હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાત સરકારે રાજ્યમાં નવા શૈક્ષણિક વર્ષ ચાલુ થતાની સાથે જ પાંચ સિસ્ટમ થકી વિદ્યાર્થીઓ પાસ મેળવી શકે તેવી વ્યવસ્થા કરી છે. આમ તો ગુજરાત વાહન વ્યવહાર નિગમની બસોમાં મુસાફરી કરવા માટે વિદ્યાર્થીઓને પાસ કઢાવવા માટે ફિઝિકલ ફોર્મ ભરવાનું રહેતું હોય છે અને એ ફિઝિકલ ફોર્મ બસ સ્ટેશનથી મેળવી અને સ્કૂલની અંદર કરાવવાના રહેતા હોય છે અને ત્યારબાદ ફરી વિદ્યાર્થીએ બસ સ્ટેશન જઈ તે ફોર્મ સબમીટ કરતાની સાથે તેમને નિયત પૈસા ભરી તે પાસ કાઢી આપવામાં આવતો હોય છે. પરંતુ હવે ગુજરાત રાજ્ય સરકારના વાહન વ્યવહાર વિભાગ દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત આ નવા શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થીઓને પાંચ સિસ્ટમ થકી વિદ્યાર્થીઓ પાસ મેળવી શકશે.


આંગળીના ટેરવે બસનો પાસ 


ગુજરાત રાજ્ય સરકારના વાહન વ્યવહાર વિભાગ દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત નવી સિસ્ટમમાં વિદ્યાર્થીઓને મોબાઈલ અથવા કોમ્પ્યુટરથી રજિસ્ટ્રેશન કરાવી આંગળીના ટેરવે પોતાનો બસનો પાસ કાઢી શકશે. આ નવી સિસ્ટમ પ્રમાણે વિદ્યાર્થીઓએ ઓનલાઈન અરજી પત્રક અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ઓનલાઇન વેરિફિકેશન કરવામાં આવશે. હવે વેરિફિકેશન ગુજરાત વાહન વ્યવહાર નિગમના સર્વરની અંદર જશે અને શૈક્ષણિક સંસ્થાઓના વેરિફિકેશન બાદ વિદ્યાર્થીઓ પાસ મેળવી શકશે.


મંત્રી હર્ષ સંઘવીએ આપી જાણકારી 


રાજ્ય સરકારની આ નવી પહેલ અંગે માહિતી આપતા વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે 12 જૂનના રોજ કન્યા કેળવણી ઉજવણી અંતર્ગત રાજ્યના તમામ વિદ્યાર્થીઓ જે મુસાફરી કરી સ્કૂલો અને કોલેજો જવા માગતા હોય તે માટે ઈ પાસની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઈ-પાસની સિસ્ટમે બે વિભાગને તાલમેલ સાધવા ટેકનોલોજીનો ઉપયોગ કરી ઓન લાઈન એપ્લિકેશનના માધ્યમથી ઈ-પાસ સિસ્ટમ ચાલુ કરવામાં આવશે. આ નવી સિસ્ટમ પ્રમાણે દૈનિક મુસાફરી કરતા મુસાફરો પણ ઓનલાઇન પાસ એમ મેળવી શકશે. આ સેવાનો લાભ રાજ્યના 4 લાખ 73 હજાર 769 ગ્રામીણ વિદ્યાર્થીઓ અને 43 હજાર 392 શહેરી વિદ્યાર્થીઓ જ્યારે દૈનિક મુસાફરીમાં 80 હજાર 339 મહિલા મુસાફરો અને 2 લાખ 32 હજાર 495 પુરુષ મુસાફરો લાભ મેળવશે. આગામી દિવસોમાં ITI અને કોલેજના વિદ્યાર્થીઓને જોડવામાં આવશે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે