પેપર લીક અટકાવવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો નવતર પ્રયોગ


  • Published By :
  • Published Date : 2022-11-08 15:28:32

છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં પેપર લીક થઈ રહ્યા છે. થોડા સમય પહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીક થયું હતું. જેને કારણે વિદ્યાર્થીઓને નુકશાન થયું હતું. જે બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નવતર પ્રયોગ કરવાનું વિચારી રહી છે. આવતીકાલથી રાજકોટ સહિત જુદા જુદા કેન્દ્રો પર પરીક્ષા યોજાવાની છે. પેપર લીકને અટકાવવા પરીક્ષામાં પરીક્ષાર્થીઓને વોટરમાર્ક વાળા પ્રશ્નપત્ર મોકલવામાં આવશે. 

Saurashtra University Rajkot: Admission, Fees, Courses, Placements, Cutoff,  Ranking

પેપર પર વોટરમાર્ક લગાવવામાં આવશે  

પેપર લીકને અટકાવવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ નવતર પ્રયાસ કરવા જઈ રહ્યા છે. આવતી કાલ થી સૌરાષ્ટ્રના જુદા જુદા 110 કેન્દ્ર ઉપર અંદાજીત 42099 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. ત્યારે આ વખત પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા ન થાય તે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ નિર્ણય લીધો છે. જે અંતર્ગત આવતી કાલથી શરૂ થતી પરિક્ષાના પેપરમાં વોટરમાર્ક લગાવવામાં આવશે. પેપર લીક થવાને પગલે પરીક્ષામાં QPDS લાગુ કરવામાં આવશે. 

કોમર્સના પેપર રૂબરૂ મોકલાશે

9મી તારીખથી શરૂ થતી પરીક્ષામાં કોમર્સ સિવાયની તમામ ફેકલ્ટીમાં QPDS લાગુ કરવામાં આવશે. પરંતુ આ સિસ્ટમ કોમર્સ ફેકલ્ટી માટે અમલી નથી કરવાના. કોમર્સના પેજ વધુ માત્રમાં હોવાથી જે તે પરીક્ષા કેન્દ્ર પર ઓછા સમયમાં પ્રિન્ટ કાઢવી શક્ય નહીં હોવાને કારણે કોમર્સના પેપર યુનિવર્સિટી રૂબરૂ મોકલાશે. તેની સિવાયના તમામ પેપર ઈ-મેલના માધ્યમથી મોકલવામાં આવશે. 

વોટરમાર્ક લગાવવાથી શું થશે ફાયદો?

જો આ વખતે પણ પેપર લીક થાય તો આ સિસ્ટમના લાગુ કરવાથી કયા કેન્દ્ર પરથી પેપર લીક થયું છે તેની જાણકારી મેળવવી ઘણી સહેલી થઈ જશે. જો વોટરમાર્ક વાળા પ્રશ્ન પત્ર આપવામાં આવે તો પેપર કયાં કેન્દ્રથી અથવા કઈ કોલેજથી લીક થયું છે તેની જાણકારી મળી રહેશે.   



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે