બિહારના પોણા 4 લાખ કરાર આધારિત શિક્ષકોને ન્યૂ યર ગિફ્ટ, સરકારે સહાયક શિક્ષકનો દરજ્જો આપી કાયમી કર્યા


  • Published By :
  • Published Date : 2023-12-26 17:33:06

બિહાર સરકારે વર્ષના અંતે આજે મહત્વનો નિર્ણય લેતા કરાર આધારિત શિક્ષકો ( Contract Teachers)ને મોટી ભેટ આપી છે. બિહાર સરકારે નિયોજીત શિક્ષકો ( Contract Teachers)ને રાજ્યના કાયમી કર્મચારીનો દરજ્જો આપ્યો છે. આ મુદ્દે બિહાર કેબિનેટની બેઠકમાં મંજુરીની મહોર પણ લગાવવામાં આવી છે. મળતી માહિતી મુજબ  રાજ્યના શિક્ષણ વિભાગે પોણા 4 લાખ શિક્ષકોને રાજ્યના કર્મચારી તરીકેનો માન્ય કર્યા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે રાજ્ય સરકારે વિશિષ્ટ શિક્ષક ( બિહાર નિયોજીત ટીચર્સ)ની પોસ્ટમાં સુધારો કર્યો છે. આ પ્રસ્તાવને મંજુરી મળ્યા બાદ નિયોજીત શિક્ષકો હવે સહાયક શિક્ષક કહેવાશે. આ સાથે જ BPSPથી પાસ નિયોજીત શિક્ષકોને એક્ઝામથી પણ છુટકારો મળશે, જે મેરિટની સાથે-સાથે ક્વોલિફાઈંગ માર્ક્સ પણ પૂરા કરી રહ્યા છે.


મળશે આ સુવિધાઓ


બિહાર નિયોજીત શિક્ષકો ( Contract Teachers)ને રાજ્યકર્મીનો દરજ્જો મળતાં જ ઈચ્છિત સ્થળાંતર, પ્રોમોશન, વેતન વૃધ્ધી, ડીએ સહિત તમામ સુવિધાઓનો લાભ મળશે. આ લાભ માટે શિક્ષકોને માત્ર એક સામાન્ય પરીક્ષા આપવી પડશે. સુત્રો તરફથી મળતી માહિતી મુજબ બિહાર વિદ્યાલય પરીક્ષા સમિતિને સક્ષમતા પરીક્ષા લેવાની જવાબદારી આપી શકાય છે. 


બે દાયકાથી આ લોકો કરી રહ્યા હતા સંઘર્ષ


ઉલ્લેખનિય છે કે છેલ્લા બે દાયકાથી નિયોજીત યુનિટે મંજુર કરેલા નિયોજીત શિક્ષકો રાજ્યકર્મીનો દરજ્જો મેળવવા માટે સતત પ્રયાસો કરી રહ્યા હતા. બિહાર સરકારના આ નિર્ણયથી બિહારના પોણા 4 લાખ શિક્ષકો અને તેમના પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે.


નિયોજીત શિક્ષકો ( Contract Teachers) કોને કહેવાય છે?


બિહારના ગ્રામીણ સ્તર પર બેકાર યુવાનોને રોજગારની તક પુરી પાડવા માટે અને શિક્ષકોની અછતનો સામનો કરી રહેલી સરકારી શાળાઓમાં વર્ષ 2003થી શિક્ષા મિત્ર તરીકે નોકરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તે સમયે દશમા અને બારમામાં ટકાવારીના આધારે આ શિક્ષકોને 11 કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવ્યા હતા. તેમને માસિક માત્ર 1500 રૂપિયાનો પગાર આપવામાં આવતો હતો, પછી ધીરે-ધીરે તેમનો કોન્ટ્રાક્ટ અને પગાર વધારવામાં આવ્યો છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે