નવા વર્ષનો આજથી પ્રારંભ.. તમારૂં નવું વર્ષ વીતે સરસ.... નૂતન વર્ષાભિનંદન


  • Published By :
  • Published Date : 2024-11-02 18:30:49

અલગ અલગ રાજ્યમાં અલગ અલગ તીથી પ્રમાણે નવા વર્ષની ઉજવણી કરવામાં આવે છે... વૈશાખના પ્રથમ દિવસે પંજાબીઓનું નવું વર્ષ બૈસાખી ઊજવવામાં આવે છે તો ચૈત્ર મહિનાના પહેલા દિવસે મરાઠી અને કોંકણી લોકોનું નવું વર્ષ ગુડી પડવો ઊજવાય છે. તેવી રીતે કારતક મહિનાના પહેલા દિવસે ગુજરાતીઓનું નવું વર્ષ ઉજવાય છે... નવા વર્ષની દરેક લોકો આતુરતા પૂર્વક રાહ જોતા હોય છે.. વિક્રમ સંવત 2081નો આજથી પ્રારંભ થઈ ગયો છે.... 


વેપારીઓ નવી ખાતાવહીનો કરે છે આરંભ 

હિંદુ ધર્મનું કેલેન્ડર સૂર્યોદયની તિથી પ્રમાણે ચાલતું હોય છે.. આપણે ત્યાં ઉદિત તીથીને ધ્યાનમાં રાખવામાં આવતી હોય છે... સામાન્ય રીતે દિવાળીના પછીના દિવસે નવું વર્ષ આવતું હોય છે પરંતુ આ વખતે દિવાળી અને બેસતા વર્ષના દિવસ વચ્ચે એક વધ દિવસ આવે છે... આ દિવસને પડતર દિવસ અથવા તો ધોકા દિવસ તરીકે ઉજવવામાં આવે છે... અનેક વેપારીઓ નવા વર્ષથી નવા રોજમેળની શરૂઆત કરતા હોય છે... હિસાબી ચોપડાનું ઉદ્ધાટન કરતા હોય છે...


ભગવાનના આશીર્વાદ સાથે લોકો કરતા હોય છે નવા વર્ષની શરૂઆત... 

લોકો નવા વર્ષના દિવસની શરૂઆત મુખ્યત્વે ભગવાનના દર્શન કરીને કરતા હોય છે.. વહેલી સવારે ઉઠી લોકો મંદિરે જઈ ભગવાનના આશીર્વાદ લે છે અને નવું વર્ષ સારૂં વિતે તેની પ્રાર્થના કરતા હોય છે... તે ઉપરાંત વડીલોના આશીર્વાદ લેતા હોય છે.. કારણ કે આશીર્વાદમાં એવી તાકાત રહેલી છે જે અસંભવિત લાગતા કામને પાર પાડી શકે છે... ત્યારે આપનું પણ નવું વર્ષ સરસ વીતે તેવી શુભકામના... 



(નોંધ - અહીંયા આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ પર આધારીત છે)  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.