News At One Click : જાણો ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતીની માગથી લઈ સંસદમાં NEETને લઈ હોબાળા સુધીના સમાચાર...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-29 18:29:06

આખા અઠવાડિયામાં ગુજરાત, દેશ અને દુનિયામાં અનેક એવી ઘટનાઓ થઈ જે ચર્ચામાં રહી.. આવો જાણીએ એવા સમાચારો જે આ અઠવાડિયે ચર્ચામાં રહ્યા..


રાજકોટ એરપોર્ટ પર બની દુર્ઘટના

સૌથી પહેલા વાત કરીએ ગુજરાતની અને તેમાં પણ આજે બનેલી ઘટનાની.. રાજકોટના હીરાસર એરપોર્ટ પર વરસાદ તેમજ ભારે પવનને કારણે પેસેન્જર પેસેજમાં આવેલી કેનોપી તૂટી પડી.. આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ હોય તેવી માહિતી સામે આવી નથી પરંતુ વિપક્ષને સરકાર પર પ્રહાર કરવાનો એક મુદ્દો મળી ગયો.. કોંગ્રેસ દ્વારા તેમજ આમ આદમી પાર્ટી દ્વારા આ મામલે સરકાર પર પ્રહાર કર્યા છે. કોંગ્રેસે લખ્યું કે રાજકોટમાં વિકાસનું ચિત્ર સામે આવ્યું છે. આ એરપોર્ટનું ઉદ્ધાટન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું - માત્ર 1 વર્ષ પહેલા.. તે સિવાય આમ આદમી પાર્ટીએ પણ આ મામલે પ્રહાર કર્યા છે.ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો લખી રહ્યા છે પત્ર

તે સિવાય ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો એક બાદ એક પત્ર લખી રહ્યા છે. પોતાની સરકાર સામે, અધિકારીઓ તેમનું માનતા નથી તેવી વાતો ધારાસભ્યો દ્વારા કરવામાં આવી રહી છે. થોડા સમયની અંદર અનેક ધારાસભ્યોઓ પત્ર લખ્યા છે.. ખેડાના ધારાસભ્યએ પત્ર લખ્યો છે અને પાણી છોડવાની માગ કરી છે.  વડોદરાના સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર, વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ, જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયા, મણિનગરના ધારાસભ્ય અમૂલ ભટ્ટ, મહુધાના ધારાસભ્ય સંજય મહીડા, સુરત વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી, લાઠી- બાબરાના ધારાસભ્ય જનક તળાવિયા, માણાવદરના કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈને ધારાસભ્ય બનેલા અરવિંદ લાડાણી, સંખેડાના ધારાસભ્ય અભેસિંહ તડવી સહિતના નેતાઓ સિસ્ટમ સામે અવાજ ઉઠાવી રહ્યા છે.એક તરફ શાળા પ્રવેશોત્સવ છે તો બીજી તરફ... 

ગુજરાતની શાળાઓમાં હાલ પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે.. વિદ્યાર્થીઓ ભણવા માટે પ્રોત્સાહિત થાય તે માટે અનેક યોજનાઓ સરકાર દ્વારા લાવવામાં આવી છે. મુખ્યમંત્રી સહિત અનેક મંત્રીઓ અલગ અલગ શાળાઓની મુલાકાત લઈ રહ્યા છે અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી રહ્યા છે... એક તરફ પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે તો બીજી તરફ ધારાસભ્ય દ્વારા કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે. ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા કાયમી શિક્ષકોની ભરતીને લઈ અનેક વખત ટ્વિટ કરવામાં આવી છે. ગાંધીનગરમાં જ્યારે ટેટ ટાટ પાસ ઉમેદવાર કાયમી શિક્ષકોની ભરતીની માગ સાથે આવ્યા હતા તે સમયે કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પણ આવ્યા હતા.. ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે. 
પ્રિ મોનસુન કામગીરીની ખુલી પોલ

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક જગ્યા પર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. થોડા કલાક વરસાદ વરસે છે પરંતુ તે બાદ વરસાદી પાણી ભરાઈ જાય છે.. વરસાદી પાણી ભરાઈ જવાને કારણે કોઈ જગ્યાએ પુલ તૂટે છે તો કોઈ જગ્યા પર ખાડા પડી જાય છે. પુલનું ધોવાણ થઈ જાય છે તો કોઈ વખત રસ્તાઓ પર એટલું બધુ પાણી આવી જાય છે કે રસ્તા બેટમાં ફરી ગયા હોય તેવું લાગે.. પ્રિ મોનસુનની કામગીરીની પોલ અનેક જગ્યાઓ પર ખુલી રહી છે..  
કેજરીવાલને મોકલાયા 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં

દિલ્હીના મુખ્યમંત્રી છેલ્લા ઘણા સમયથી જેલવાસ ભોગવી રહ્યા છે. દિલ્હીમાં કથિત દારૂ કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડરીંગ કેસને લઈ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સજા ભોગવી રહ્યા છે.. અનેક વખત જામીન માટે કેજરીવાલ દ્વારા કોર્ટમાં અરજી કરવામાં આવી પરંતુ તેમને દર વખતે ઝટકો મળતો હતો. શનિવારે રાઉઝ એવન્યુ કોર્ટમાં અરવિંદ કેજરીવાલને પેશ કરવામાં આવ્યા હતા.સુનાવણી હાથ ધરવામાં આવી હતી.. અરવિંદ કેજરીવાલની મુશ્કેલીમાં કોઈ ઘટડો નથી થયો. રાઉઝ એવન્યુ કોર્ટે તેમને ન્યાયિક કસ્ટડીમાં 14 દિવસ માટે મોકલ્યા છે. કોર્ટ દ્વારા સીબીઆઈની અરજીને મંજૂર કરી લીધી છે...સરકારને ઘેરવાનો વિપક્ષનો પ્રયાસ 

18મી લોકસભાનું સત્ર ચાલી રહ્યું છે.. આ વખતે એનડીએની સરકાર બની છે.. વિપક્ષનું પણ સંખ્યાબળ આ વખતે વધારે છે.. સત્રની શરૂઆત થઈ ત્યારથી જ લાગતું હતું કે આ સત્ર હંગામેદાર રહેશે. સત્ર શરૂ થાય તે પહેલા જ અનેક એવી ઘટનાઓ બની જેને લઈ વિપક્ષ સરકારને ઘેરવાના પ્રયાસો કરી રહી છે. સૌથી મહત્વનો મુદ્દો છે નીટની પરીક્ષાનો.. સંસદમાં આ મુદ્દો વિપક્ષ દ્વારા મજબૂતાઈથી ઉઠાવવામાં આવી રહ્યો છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. શુક્રવારે રાહુલ ગાંધી દ્વારા નીટનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો તે વખતે હોબાળો થયો.. હોબાળો એટલો બધો વધી ગયો કે સંસદની કાર્યવાહીને પહેલી જુલાઈ સુધી સ્થગિત કરવામાં આવી. તે સિવાય રાજ્યસભામાં પણ પેપર લીકના મુદ્દો ઉઠાવવામાં આવ્યો. કોંગ્રેસનો આરોપ છે કે જ્યારે આ મુદ્દો કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવ્યો તે દરમિયાન તેમના માઈકને બંધ કરી દેવાયા હતા.દિલ્હી ઈન્ટરનેશનલ એરપોર્ટ ટર્મિનલ-1ની છત પડી ગઈ અને..

દિલ્હીમાં એક તરફ પાણીની સમસ્યાનો સામનો લોકો કરી રહ્યા છે તો બીજી તરફ ત્યાં વરસાદે કહેર મચાવ્યો છે. ભારે વરસાદ આવ્યો છે જેને કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. લોકોને ભારે વરસાદને કારણે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગઈકાલે ઈન્ટરનેશનલ એરપોર્ટ ટર્મિનલ-1ની છત પડી ગઈ હતી.. તેની નીચે અનેક ગાડીઓ હતી,, આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થઈ ગયું.. તે સિવાય અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.. તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ મામલે રાજનીતિ ગરમાઈ ગઈ છે.. 
પેરૂમાં ધરતીકંપ આવવાના કિસ્સાઓ યથાવત

ધરતીકંપના આંચકાનો અનુભવ આપણને અનેક વખત થયો છે. ધરતીકંપ આવે ત્યારે આપણા જીવ અધ્ધર થઈ જાય છે.. ઓછી તીવ્રતાના આંચકાની અસર બહુ નથી થતી પરંતુ જો તીવ્રતા વધારે હોય તો તેની અસર ઘણી થતી હોય છે. પેરૂમાં છેલ્લા ઘણા દિવસોથી અતિ તીવ્રતાવાળા ભૂકંપના આંચકાનો અહેસાસ થઈ રહ્યો છે. મળતી માહિતી અનુસાર ચાર દિવસની અંદર ત્રણ વખત ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે. શનિવારે ફરી એક વખત ભૂકંપનો આંચકો આવ્યો હતો જેની તીવ્રતા rector scale પર 6ની નોંધાઈ હતી, શુક્રવારે પેરૂમાં ભૂકંપ આવ્યો હતો તેની તીવ્રતા 7.2 નોંધાઈ હતી.. સુનામી માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું પરંતુ તે એલર્ટ પાછું ખેંચી લેવામાં આવ્યું હોય તેવી માહિતી સામે આવી છે. 
વરસાદની સિઝન હોય તો ગમવું કોને ના ગમે.. અનેક લોકો ફરવામાટે વરસાદની જ રાહ જોતા હોય છે.. ચોમાસા દરમિયાન પ્રકૃતિ સોળે ખીલતી હોય છે. આજે ઉમાશંકર જોષીની 113મી જન્મ જયંતી છે..

લવ જેહાદનો અનેક લોકો વિરોધ પણ કરી રહ્યા છે. લવ જેહાદને રોકવા માટે અનેક લોકો પ્રયાસ પણ કરી રહ્યા છે. ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લવ જેહાદને લઈ એક નિવેદન આપ્યું છે.. વડોદરાની મુલાકાતે ગયા હતા અને ત્યાં તેમણે આના વિશે વાત કરી હતી.

દરેકના જીવનમાં જેટલું મહત્વ માતા પિતાનું હોય છે તેટલી જ જરૂર બાળકને શિક્ષકની હોય છે.. ગુરૂની હોય છે.. ગુનો અર્થ થાય છે અંધારૂં અને રૂનો અર્થ થાય છે દૂર કરનાર..અંધારામાંથી આપણને બહાર લાવે તેમને ગુરૂ કહેવામાં આવે છે..

સી.આર.પાટીલ ડિસેમ્બર સુધી પ્રદેશ અધ્યક્ષના સ્થાન પર રહેશે તેવી વાત સામે આવી છે. સી.આર.પાટીલને જ્યારથી કેન્દ્રમાં મંત્રીનું પદ મળ્યું ત્યારથી ભાજપ માટે એ પ્રશ્ન હતો કે ગુજરાતમાં અધ્યક્ષ હવે કોણ બનાવશે? જેનો જવાબ મળી ગયો છે. લોકસભાની ચૂંટણી પછી ગુજરાતમાં કોંગ્રેસ સક્રિય થતાં ભાજપના પ્રદેશ નેતાઓનું બ્લડપ્રેશર વધી ગયું છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.