આગામી 16 ફેબ્રુઆરીએ ખેડૂતોએ કર્યું 'ભારત બંધ'નું એલાન, રાકેશ ટિકૈત જણાવ્યો શું છે પ્લાન?


  • Published By :
  • Published Date : 2024-01-25 17:00:27

આગામી 16 ફેબ્રુઆરીએ ખેડૂતોએ ભારત બંધનો નિર્ણય કર્યો છે, ખેડૂત નેતા રાકેશ ટિકૈતે બુધવારે કહ્યું હતું કે ખેડૂતો 16 ફેબ્રુઆરીના રોજ દેશભરમાં અનેક મુદ્દાઓ પર ભારત બંધ રાખવામાં આવશે. આ મુદ્દાઓમાં ખેડૂતોમાં ટેકાના ભાવ (MSP)ની ગેરંટી આપનારા દાયદાઓનો અમલ ન કરવાનો પણ સમાવેશ થાય છે. ભારતીય કિસાન  યુનિયન  (BKU) ના રાષ્ટ્રિય પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું કે ખેડૂતોના જુથો ઉપરાંત, વેપારીઓ અને ટ્રાન્સપોર્ટરોને પણ આંદોલનોનું સમર્થન કરવા અને તે દિવસે હડતાલમાં ઉતરવાની અપીલ કરીએ છિએ.

 

16 ફેબ્રુઆરીએ ભારત બંધ, રાકેશ ટિકૈતે શું કહ્યું?


રાકેશ ટિકૈતે કહ્યું કે અમે 16 ફેબ્રુઆરીએ ભારત બંધનું એલાન આપ્યું છે. ઘણા ખેડૂત જૂથો તેનો ભાગ છે, જેમાં સંયુક્ત કિસાન મોરચા (SKM)નો સમાવેશ થાય છે.  આ પહેલા પણ ખેડૂતો 'અમાવસ્યા'ના દિવસે ખેતરોમાં કામ કરવાનું બંધ કરી દેતા હતા. તેવી જ રીતે 16મી ફેબ્રુઆરી માત્ર ખેડૂતો માટે જ 'અમાવસ્યા' છે. તેઓએ તે દિવસે કામ ન કરવું જોઈએ અને 'કૃષુ હડતાલ'નો આશરો લેવો જોઈએ. તેનાથી દેશને મોટો સંદેશ જશે.


હડતાલ શા માટે?


હડતાલનું આહવાન શા માટે કરવામાં આવ્યું તે અંગે પૂછતા ટિકૈતે જણાવ્યું કે અનેક કારણો છે. તેમણે કહ્યું કે MSPની ગેરંટી પર કાયદો, બેકારી, અગ્નિવીર યોજના, પેન્શન યોજના પણ નિવૃત લોકો માટે મોટો મુદ્દો છે. તેમણે કહ્યું કે આ માત્ર ખેડૂતોનો એકલાનો મુદ્દો નહીં હોય પણ અન્ય સંગઠનો પણ તેમાં જોડાવાના છે.   



ગુજરાતમાં આજે લોકસભા બેઠક ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે.. સાથે સાથે પાંચ વિધાનસભા બેઠકો માટે પણ મતદાન યોજાઈ રહ્યું છે... ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું જેને કારણે પાંચ બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે...

ત્રીજા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે.. મતદાનને માત્ર હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. એક વાગ્યા સુધી મતદાતાઓમાં નિરસતા દેખાઈ રહી હતી.. પરંતુ ધીરે ધીરે મતદાનનો આંકડો વધી રહ્યો છે. રાજ્યમાં સરેરાશ મતદાન 47.03 થયું છે.. સૌથી વધારે મતદાન બનાસકાંઠામાં થયું છે..

લોકશાહીના પર્વની ઉજવણી આપણે કરી રહ્યા છીએ.. ગુજરાતમાં મતદાનમાં નિરસતા દેખાઈ રહી છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મતદાનને સમર્પિત રચના..

ઈન્ડિયા ગઠબંધન અને ભાજપના ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળવાનો છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ભાજપ પર પ્રહાર કર્યા છે.. શક્તિસિંહ ગોહિલે આરોપ લગાવ્યો છે કે ગાંધીનગરના વાસણ ગામમાં ભાજપના નેતા દ્વારા મતદાન બંધ કરાવામાં આવ્યું છે.