Niftyએ રચ્યો ઈતિહાસ, પહેલીવાર 20,000 પોઈન્ટ પર પહોંચ્યો, અદાણી ગ્રુપનું માર્કેટ કેપ સાત મહિનાની ટોચ પર


  • Published By :
  • Published Date : 2023-09-11 22:09:11

G-20 સમિટ (G-20 Summit)ના સફળ આયોજનની અસર આજે શેર બજારમાં જોવા મળી હતી. સપ્તાહના પ્રથમ દિવસે, નિફ્ટીએ તેના ઇતિહાસમાં પ્રથમ વખત 20,000નો આંકડો પાર કર્યો હતો જ્યારે સેન્સેક્સમાં પણ 500 પોઈન્ટની તેજી જોવા મળી હતી. નિફ્ટી 50 ઈન્ડેક્સ ટ્રેડિંગ દરમિયાન 20,008 પોઈન્ટ પર પહોંચ્યો હતો, જે તેનું ઓલ ટાઈમ હાઈ લેવલ છે. આખરે તે 176 પોઈન્ટ અથવા 0.79 ટકાના વધારા સાથે 19,996 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. અગાઉ તેનો રેકોર્ડ 19,991.85 પોઈન્ટનો હતો. BSE સેન્સેક્સ 528.17 પોઈન્ટ અથવા 0.79% ના વધારા સાથે 67,127.08 ના સ્તર પર બંધ થયો. દરમિયાન, અદાણી ગ્રુપના શેરમાં 10% સુધીનો વધારો જોવા મળ્યો હતો અને ગ્રુપનું માર્કેટ કેપ સાત મહિનાની ટોચે પહોંચ્યું હતું.


આજે કેટલી તેજી જોવા મળી?


અદાણી ગ્રૂપના પ્રમોટરોએ બે કંપનીઓમાં તેમનો હિસ્સો વધાર્યો છે. તેમાં જૂથની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસ અને અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડનો સમાવેશ થાય છે. જેના કારણે આજે કંપનીના શેરમાં 10 ટકાનો વધારો થયો હતો. અદાણી એન્ટરપ્રાઇઝિસનો શેર 3.74%ના વધારા સાથે રૂ. 2614.55 પર બંધ થયો હતો. એ જ રીતે અદાણી પાવરનો શેર 7.91%ના ઉછાળા સાથે રૂ. 398.50 પર બંધ રહ્યો હતો. તે તેના 52-સપ્તાહના નીચલા સ્તરેથી 200% વધ્યો છે. તેની 52-સપ્તાહની નીચી કિંમત 132.55 રૂપિયા છે જે 28 ફેબ્રુઆરી 2023ના રોજ પહોંચી હતી.


માર્કેટ કેપ કેટલે પહોંચ્યું?


અદાણી પોર્ટ્સ એન્ડ એસપીઝેડ (APSEZ)નો શેર 6.96%ના ઉછાળા સાથે રૂ. 882.55 પર બંધ થયો હતો. અદાણી ટ્રાન્સમિશન (Adani Transmission) નો શેર પણ 5.07% વધીને રૂ. 875.15 પર પહોંચ્યો હતો. અદાણી ટોટલ ગેસ (Adani Total Gas)માં 2.23 ટકા, અદાણી વિલ્મર  (Adani Wilmar)માં 2.58 ટકા, NDTVમાં 5.80 ટકા, અંબુજા સિમેન્ટ્સ  (Ambuja Cements)માં 2.66 ટકા, અદાણી ગ્રીન એનર્જી (Adani Green Energy) 1.37 ટકા અને ACCમાં 1.15 ટકાની તેજી જોવા મળી હતી. આ સાથે જ ગ્રુપનું માર્કેટ કેપ રૂ. 11.35 લાખ કરોડને વટાવી ગયું છે, જે સાત મહિનામાં તેની સર્વોચ્ચ સપાટી છે.  24 જાન્યુઆરીના રોજ, હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટના કારણે, ગ્રુપની અડધાથી વધુ માર્કેટ કેપ સ્વાહા થઈ ગયું હતું.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે