શેરબજારમાં સતત ત્રીજા દિવસે પણ હાહાકાર! સેન્સેક્સમાં 571 પોઈન્ટનો કડાકો, NHPC 6% ઘટ્યો


  • Published By :
  • Published Date : 2023-09-21 21:20:12

ભારતીય શેરબજારો ગુરુવારે સતત ત્રીજા સત્રમાં નુકસાન સાથે બંધ થયા હતા. BSEનો સેન્સેક્સ 570.60 પોઈન્ટ એટલે કે 0.85% ના ઘટાડા સાથે 66,230.24 પોઈન્ટ ના સ્તર પર બંધ થયો હતો. એ જ રીતે NSEનો નિફ્ટી 159.05 પોઈન્ટ અથવા 0.8 ટકાના ઘટાડા સાથે 19,742.35 પોઈન્ટના સ્તરે બંધ રહ્યો હતો. આજે NHPCના શેર છ ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા. જ્યારે, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને ICICI બેંકના શેરમાં 3-3 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.


આ કંપનીના શેરોમાં કડાકો જોવા મળ્યો


સેન્સેક્સ પર ICICI બેંકનો શેર સૌથી વધુ ઘટાડા સાથે બંધ થયો. આ સિવાય મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, SBI, અલ્ટ્રાટેક સિમેન્ટ અને ઇન્ડસઇન્ડ બેંકના શેર બે ટકાથી વધુના નુકસાન સાથે બંધ થયા હતા. આ સિવાય કોટક મહિન્દ્રા બેંક, ટાટા મોટર્સ, બજાજ ફિનસર્વ, એક્સિસ બેંક, પાવરગ્રીડ, ITC, HCL ટેકમાં એક-એક ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો. આ સિવાય JSW સ્ટીલ, NTPC, બજાજ ફાઇનાન્સ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, TCS, નેસ્લે ઇન્ડિયા, HDFC બેંક, મારુતિ અને વિપ્રોના શેર લાલ નિશાન સાથે બંધ થયા હતા.


સેન્સેક્સ 1700 પોઈન્ટ તુટ્યો


લગભગ એક અઠવાડિયા પહેલા, શેરબજારે સતત તેજી બતાવીને તેની 16 વર્ષની ટોચ તોડી હતી. વર્ષ 2007 પછી શેરબજારમાં આટલો લાંબો ઉછાળો જોવા મળ્યો હતો. જે છેલ્લા ત્રણ દિવસમાં 1600થી વધુ પોઈન્ટ્સ તુટી ગયો છે. જેના કારણે શેરબજારના રોકાણકારોને 5.80 લાખ કરોડથી વધુનું નુકસાન થયું છે.


સોમવારે સેન્સેક્સ 242 પોઈન્ટ તૂટ્યો હતો. મંગળવારે બજાર બંધ રહ્યું હતું અને બુધવારે સેન્સેક્સમાં 796 પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો અને ગુરુવારે એટલે કે આજે સેન્સેક્સમાં 663 પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. જેના કારણે આ સપ્તાહે કુલ નુકસાન 1700 પોઈન્ટ પર પહોંચી ગયું છે.


શા માટે શેર બજાર તુટ્યું?  


યુએસ ફેડરલ રિઝર્વે સંકેત આપ્યો છે કે તે લાંબા સમય સુધી ઊંચા વ્યાજદર ચાલુ રાખી શકે છે. જેના કારણે બજારમાં ભારે વેચવાલી જોવા મળી હતી. સેક્ટોરલ ઈન્ડાઈસીસીની વાત કરીએ તો બેંક, ઓટો અને ફાર્મા સેક્ટરના શેરમાં સૌથી વધુ વેચવાલી જોવા મળી હતી.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે