Kerelaમાં નિપાહ વાયરસનો હાહાકાર! રાજ્યમાં અત્યાર સુધી આટલા લોકોના મોત, એલર્ટ કરાયું જાહેર


  • Published By :
  • Published Date : 2023-09-13 16:25:07

એક સમયે કોરોનાને કારણે અનેક લોકોના મોત થયા હતા.  અનેક પરિવારો કોરોનાને કારણે વિખેરાઈ ગયા હતા. કોરોના પર નિયંત્રણ રાખવા માટે કેન્દ્ર સરકારે ગાઈડલાઈન્સ બહાર પાડી હતી. કોરોનાના વધતા કહેરને ધ્યાનમાં રાખી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું ત્યારે હવે નિપાહ વાયરસે ચિંતા વધારી છે. કેરળના કોઝિકોડમાં નિપાહ વાયરસને કારણે બે લોકોના મોત થયા છે. નિપાહ વાયરસના વધતા કહેરને ધ્યાનમાં રાખી વધુ ત્રણ જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કન્ટેઈન્મેન્ટ ઝોન વિસ્તારો અને હોસ્પિટલોમાં માસ્ક પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. 



આ વાયરસ કેવી રીતે ફેલાય છે? 

કેરળમાં બે લોકોના મોત તાવ આવવાને કારણે થયા છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે બંનેના મોત નિપાહ વાયરસને કારણે થયા છે. નિપાહ વાયરસને કારણે આ મોત થયા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. નિપાહ વાયરસ અંગેની વાત કરીએ તો આ વાયરસ માણસથી માણસમાં ફેલાઈ શકે છે. એવી પણ માહિતી સામે આવી છે કે આ વાયરસ માણસોમાં જાનવરોથી ફેલાય છે. ચામાચિડિયાને કારણે મુખ્યત્વે આ રોગ , આ વાયરસ ફેલાય છે. આ વાયરસને જૂનોક વાયરસ તરીકે પણ ઓખળવવામાં આવે છે.  



અનેક નિયમોને કરાયા જાહેર 

નિપાહ વાયરસના દર્દીની વાત કરીએ તો કેરળમાં અત્યાર સુધી 4 કેસ નોંધાયા છે, જેમાંથી બે લોકોના મોત થયા છે. રાજ્ય સરકારે બુધવારે એસેમ્બલીમાં જણાવ્યું કે નિપાહ વાયરસની તપાસ કરવા પુણેથી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીની ટીમ કેરળ આવશે અને આ અંગે વધુ તપાસ હાથ ધરાશે. ન્યુઝ એજન્સી પીટીઆઈ અનુસાર નિપાહ વાયરસના વધતા કેસને ધ્યાનમાં રાખી કોઝિકોડના જિલ્લા અધિકારીએ અનેક નિયમો બહાર પાડ્યા છે. જે મુજબ 7 પંચાયતોમાં બેંકો, સરકારી તેમજ શૈક્ષણિક ઓફિસો બંધ રહેશે. તે સિવાય આંગણવાડી કેન્દ્રો પણ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. માત્ર દવાઓ અને આવશ્યક ચીજવસ્તુઓનું વેચાણ કરતી દુકાનો સવારના 7 વાગ્યા સુધી સાજંના 5 વાગ્યા સુધી ખોલવાની મંજૂરી આપવામાં આવી છે.  



વધુ બે દર્દીની આવ્યા વાયરસની ઝપેટમાં!

નિપાહ વાયરસને કારણે જે બે લોકોના મોત થયા છે. પ્રથમ મોત 30 ઓગસ્ટના રોજ થયું હતું જ્યારે બીજું મોત 11 સપ્ટેમ્બરના રોજ થયું હતું. બંને મૃતકોના સેમ્પલને ટેસ્ટ માટે લેબમાં મોકલી દેવામાં આવ્યા છે. એનઆઈવી આ સેમ્પલનું પરિષણ કરશે. જે બીજા બે દર્દી આ વાયરસની ચપેટમાં આવ્યા છે તેમાં 9 વર્ષના બાળકનો તેમજ 24 વર્ષના યુવાનનો સમાવેશ થાય છે.  




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.